Gujarat

વડોદરામાં નજીવી બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

વડોદરા
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા મનોજભાઈ મોતીલાલ ચૌહાણ હાથીખાના અનાજ બજારમાં મજૂરી કામ બંધ કરી ભંગાર વીણી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભંગાર વીણવા તેઓનો મિત્ર મુકેશ કનુભાઈ વસાવા (રહે, આરટીઓ પાછળ, વારસિયા, વડોદરા) પણ સાથે જતો હતો. મનોજભાઈની પત્ની સુશીલાબેનને જાણવા મળ્યું હતું કે, વારસિયા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટ પાસે તેમના પતિની હત્યા થઈ છે, જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મનોજભાઈના માથાના ભાગે ઈજા થઈ હોય લોહી વહી રહ્યું હતું અને ગળાના ભાગે ટૂંપો આપ્યા હોવાના નિશાન હતા. મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરી હતી કે, તેમના પતિ અને મુકેશભાઈ વચ્ચે ભંગાર વીણવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. જેની અદાવત રાખી મુકેશે તિક્ષણ હથિયાર ઢીમ ઢાળી દીધું હોવાની શક્યતા છે. આ ફરિયાદના આધારે વારસિયા પોલીસે મુકેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત થતાં વારસિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મૃતકના માથાના ભાગે ઘા અને ગળાના ભાગે ટુંપો દીધો હોવાના નિશાન મળી આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *