મુંબઈ
સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની એક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે જાેવા મળી રહી છે. ૈંઁન્ની ૪૦મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઉમરાને હાર્દિક પંડ્યાની વિકેટ સહિત કુલ ૫ વિકેટ પોતાના નામે કરી હતી. ઉમરાને બાઉન્સર વડે હાર્દિકનું સ્વાગત કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના આ ફાસ્ટ બોલરનો બોલ હાર્દિકના જમણા ખભા પર વાગ્યો હતો, ત્યારપછી પંડ્યા પીડાથી કણસતો જાેવા મળ્યો હતો. હાર્દિકને દર્દથી પીડાતો જાેઈ પત્ની નતાશા સ્ટેનકોવિક પણ ગભરાઈ ગઈ હતી. આ પછી ઉમરાને હાર્દિકને લાંબો સમય ક્રિઝ પર રહેવા દીધો ન હતો. ઉમરાને હાર્દિકને માર્કો યાનસેનના હાથે કેચ કરાવ્યો અને તેને ૧૦ રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. ઉમરાનને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિઝડન ઈન્ડિયાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલો ફોટો મેચ પછીનો ફોટો છે. આ ફોટોમાં ઉમરાન મલિક હાથ જાેડીને ઉભો છે જ્યારે હાર્દિક પંડ્યા તેને પાછળથી ફની રીતે પકડી રહ્યો છે. બંને ખેલાડીઓના ચહેરા પર મોટી સ્મિત છે. વિઝડને આ ફોટોનું કેપ્શન લખ્યું, ‘સોરી સિનિયર.’ એક યુઝરે લખ્યું, ‘ઉમરાન સ્ટેડિયમમાં હાજર હાર્દિક પંડ્યાની પત્નીની માફી માંગુ છું.’ મેચની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ઓપનર અભિષેક શર્મા અને એડન માર્કરામની અડધી સદીના આધારે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૫ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં રાશિદ ખાનના સતત બે સિક્સરની મદદથી ૫ વિકેટે ૧૯૯ રન બનાવીને આ રોમાંચક મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળના ગુજરાતને હવે પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક મેચ જીતવાની જરૂર છે.
