Gujarat

વેરાવળ શહેર મા જી.યુ.ડી.સી. ની ગંભીર બેદરકારી ને કારણે હજારો લોકોને પીવાના પાણી ની સમસ્યા ઉધભવી નગરસેવક અફઝલ પંજાનું આક્ષેપ કે કરોડો રૂપિયા નું ખર્ચ  થયું તેમ છતાં અનેક વિસ્તારોમાં પાઇપ લાઇન પાઠરેલ નથી

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
ગુજરાત સરકાર વર્ષોથી પીવાના પાણી માટે અબજો રૂપિયાનું ખર્ચ કરે છે પણ જયારે પણ ઉનાળુ આવે છે ત્યારે પાણી ની તંગી સમગ્ર ગુજરાત મા થાય છે.ગીર-સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ મા હાલ પાણી ની ખૂબ મોટી તકલીફ જણાઈ રહી છે કારણ કે જી.યુ ડી.સી.એ કરોડો રૂપિયા સઁકેલી લીધા છે પણ હજુ સુધી પીવાના પાણી ની પાઇપ લાઇન અનેકો વિસ્તાર મા પાઠરવાનું બાકી છે.
અહી ગુજરાત સરકાર નું દાવો છે ગીર-સોમનાથ મા 100% વિસ્તાર મા “નલ સે નલ” યોજના પૂર્ણ થયેલ છે એ વાત પાયા વિહોણી સાબિત થાય છે.જી.યુ.ડી.સી ના જવાબદાર અધિકારીઓની બેદરકારી ને કારણે ગીર-સોમનાથ તેમજ વેરાવળ શહેર ના અનેક વિસ્તાર ના લોકો આ કાળઝાળ ગરમી મા પીવાના પાણી ની ખૂબ મોટી સમસ્યા ભોગવી રહ્યા છે
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા ના ચીફ ઓફિસરે અને વાર જી.યુ.ડી.સી.મા રજૂઆત કરેલ હોવા છતાં આ બાબત ને ગંભીરતા પૂર્વક લેતા નથી જેના પરિણામે હજારો પાણી વિહોણા રહે છે અને આ ગરમીમાં સેંકડો બહેન- દીકરીઓ માથે પાણીની હેલ લઈને પાણી માટે જ્યા ત્યાં રખડે છે જેના સંપૂર્ણ જવાબદાર જી.યુ.ડી.સી.ના અધિકારીઓ છે.આવા નિષ્ઠુર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરી વહેલી તકે લોકોને રાહત અપાવવી જોઈએ તેવી માંગ નગરસેવક અફઝલ પંજા દ્વારા કરેલ છે.

IMG-20220429-WA0585.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *