બોડેલી ના એસ.ટી ડેપો સામે નવીનગરી વિસ્તારમા વિજ વાયરો લબડતા સ્થાનિકો મા અકસ્માત નો ભય
કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વિજ વાયરને ઉચા કરી અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવા સ્થાનિકો કરી રહ્યા છે માંગ
બોડેલી નગરના એસ.ટી ડેપો સામે આવેલી નવી નગરી વિસ્તારમા નીચે લબડતા વિજ વાયરોને લઇ અહી રહશોમા અકસ્માત નો ભય જોવા મળી રહ્યો છે
અહી કેટલાક લોકો ને કરંટ લાગવાના પણ બનાવો બન્યા હોવાનુ અહી ના રહીશો એ જણાવ્યું હતું
ગ્રામ પંચાયત અને વિજ કચેરીએ પણ આ બાબતે રજુઆત રહીશો દ્વારા કરવામાં આવી છે પરંતુ કોઇ કામગીરી કરવામા આવી નથી
કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વિજ વાયરને ઉચા કરી અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવા માંગ સ્થાનિકો કરી રહ્યા હોય બોડેલી ના એસ.ટી ડેપો સામે વિસ્તારમા વિજ વાયરો લબડતા સ્થાનિકો મા અકસ્માત નો ભય વાયરને ઉચા કરી વ્યવસ્થીત કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


