મહેસાણા
મહેસાણાના નંદાસણ નજીક આવેલા આનંદ પુરા ગામે રહેતા પટેલ પ્રીતિબેન અને તેમના પતિ પોતાના ઘર પાસે બેઠા હતા. આ દરમિયાન તેમના વાસમાં રહેતા કેટલાક લોકો ઘર પાસેથી ગાયો હાકીને જતા હતા. ત્યારે તેમની પાછળ ગામના રબારી અજય, રબારી વિજય, રબારી નિકુંલ, રબારી રવિ મન ફાવે તેમ ગાયો હાકનારા લોકોને અપશબ્દો બોલતા હતા. જેથી ફરિયાદી અને તેના પતિએ ગાળો નહી બોલવાનું કહેતા આ ચાર યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. બાદમાં ફરિયાદીના પતિને લાકડીઓ મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદી પોતાના પતિને છોડાવવા જતા તેને પણ ઇટનો ટુકડો મોઢા પર મારતા લોહીલુહાણ થઈ ગયા હતા. જે બાદ લોકો આવી જતા હુમલો કરનારા ભાગી ગયા હતા. ત્યારે આ હુમલામાં ઇજા પામનારા પતિ-પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે નંદાસણ પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.નંદાસણ નજીક આવેલા આનંદપુરા ગામે મહોલ્લામાં અપશબ્દો નહી બોલવાનું કહેતા ગામના જ ચાર લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને દંપતી પર હુમલો કર્યો હતો. જેથી દંપતિને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મહિલાએ નંદાસણ પોલીસ મથકમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


