Gujarat

રાજકોટ તાલુકાના સરધાર ગામે વર્લી મટકાના જુગારધામ ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લઇ ૭૦.૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે

*રાજકોટ તાલુકાના સરધાર ગામે વર્લી મટકાના જુગારધામ ઉપર આજીડેમ પોલીસે દરોડો પાડી ૨૩ શખ્સોને ઝડપી લઇ ૭૦.૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.*

*રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પરમાર, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડા સહિતના સ્ટાફે બાતમી આધારે સરધાર ગામે મનોજ જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા રમાડતા સંજય હરેશભાઇ રાણપરા, અશોક ખીમાભાઇ ગોહેલ, અશોક પરસોતમભાઇ લક્કડ, ચંદુ ભવાનભાઈ મકવાણા, સુરેશ નાથાભાઈ સાપરા, દિનેશ લાખાભાઇ મકવાણા, કિરીટ નિકુંજભાઈ જોષી, મનીષ સુરેશભાઈ ભીલ, સુરેશ વલુભાઈ ભીલ, બાબુ ખીમાભાઇ મકવાણા, દિનેશ સિંધાભાઇ ચરશીયા, કનૈયાલાલ બાબુલાલ પાટડીયા, દિનેશ તેજાભાઈ સોલંકી, હિતેશ ધરમશીભાઈ વાઘેલા, રમેશ છગનભાઇ બગડા, આશિષ ઉર્ફે જલારામ પ્રવીણભાઈ કાનાબાર, લવજીભાઇ રાણાભાઇ મકવાણા, વિપુલ ઘેલાભાઈ ટોળીયા, લાલજીભાઈ રમેશભાઈ વઘાસીયા, હરેશ કેશુભાઈ ગોહેલ, અમુ ગોવિંદભાઇ સોલંકી, ભુપત વીરજીભાઈ સોલંકી અને મહેશ કેશુભાઈ પરમારને ઝડપી લઇ રોકડા. ૭૦.૭૦૦ કબ્જે કર્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200731-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *