Gujarat

માણસાનાં ગલથરા પાસે જુગાર રમતા રોકડ સહિત ૩ લાખની કિંમતનો મુદ્દામાલ સાથે પાંચ જુગારી ઝડપાયા

ગાંધીનગર
માણસાનાં ગલથરા રોડ ઉપર ખેતરમાં જુગારની બાઝી માંડીને બેઠેલા પાંચ જુગારીઓને માણસા પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને ઝડપી લીધા છે. જુગારીઓ પાસેથી ૧૮ હજાર ૯૧૧ રોકડા, ત્રણ મોબાઈલ અને બોલેરો ગાડી, જુગાર નું સાહિત્ય મળીને ૩.૨૬ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માણસા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. તે વખતે બાતમી મળી હતી કે, માણસાથી ગલથરા રોડ ઉપર આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમવા માટે બેઠા છે. જેનાં પગલે પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાને ચારે દિશામાંથી કોર્ડન કરી લીધી હતી. બાદમાં ખેતરમાં જઈને તપાસ કરતાં પાંચ ઈસમો કુંડાળું વળીને જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતા ૧૬ હજાર ૭૩૦ રોકડા તેમજ દાવ પરથી રૂ. ૨૧૮૧, ત્રણ મોબાઈલ ફોન તેમજ એક બોલેરો ગાડી મળીને કુલ ૩ લાખ ૨૫ હજાર ૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી લઈ પાંચેય જુગારીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Gamblers-caught-Rs-3.26-lakh-seized-including-cash.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *