નિસાર શેખ.મહુધા
પ્રાથમિક કુમાર શાળા તેમજ પ્રાથમિક કન્યા શાળાની મહુધા સંયુક્ત ઉપક્રમે શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિપ પ્રાગટ્ય , પ્રાર્થના તેમજ કેક કાપીને આ કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહુધા શાળા સ્થાપના દિવસ નિમિત્તે પ્રાથમિક કુમાર શાળાનાં વિદ્યાર્થીઓ તથા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભકિત ગીત , સ્વાગત ગીત , નાટક , ગરબો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહેમાન નું સ્વાગત કરીને સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક , નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ , પુર્વ આચાર્ય ભાઈલાલભાઈ મિસ્ત્રી , સી.આર.સી.કો ઓર્ડીનેટર શૈલેષભાઈ , પ્રાથમિક કુમાર શાળા નાં આચાર્ય ભગવાન સિંહ , પ્રાથમિક કન્યા શાળાનાં આચાર્ય ધર્મિષ્ઠાબેન , એસ.એમ.સી નાં સભ્યો તેમજ આ કાર્યક્રમમાં આવનાર પત્રકાર ભરતભાઈ તળપદા , નિસાર શેખ , સામાજિક કાર્યકર અને પત્રકાર ફિરોજ ભાઈ મલેક ને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કલ્પેશભાઈ શાહ દ્વારા કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


