સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
.
——————————————————————–અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વાળંદ સમાજનું ગૌરવ મીરાં નિતિનભાઇ કાલાવડિયાનું કાવ્ય વલ્ડૅ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પસંદગી પામ્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજયેલ આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા વાળંદ સમાજની દિકરી મીરાં નિતિનભાઇ કાલાવડિયાનું કાવ્ય “દેશ મારો રળિયામણો”, વલ્ડૅ રેકોર્ડ ઓફ ઇન્ડિયા માં પસંદગી પામ્યું હતું.
ગત તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, નિમિત્તે દેશ પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝિનમા કમિટિ મેમ્બરો અને તેના બ્રાંડ એમ્બેસેડર ઈવાબેન પટેલ દ્વારા એક દેશ ભક્તિ કાવ્ય અને શૌર્યગીત સ્પર્ધા યોજવામાં આવી હતી, જે અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલ્યા હતાં જેમાથી ક્ષતિ રહિત ૧૦૦ કાવ્યોની પસંદગી થઈ અને તે કાવ્યો ખૂબ ટૂકાંગાળામાં “કાવ્ય અમૃત” પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે. આ સ્પર્ધા અને બુકને વલ્ડૅ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ રેકોર્ડ કરી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સ્વ. નયનાબેન નિતિનભાઇ કાલાવડિયાની ૨૪ વર્ષીય સુપુત્રી મીરાં કાલાવડિયાનુ કાવ્ય “દેશ મારો રળિયામણો” પસંદગી પામ્યું છે અને મીરાં કાલાવડિયાનું નામ સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ વલ્ડૅ રેકોર્ડ ઓફ ઇન્ડિયા હોલ્ડર વીથ ગોલ્ડમેડલ બન્યા છે તેઓને વલ્ડૅ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ, સર્ટિફિકેટ, અને પોકેટપીન આપવામાં આવ્યું છે.
મીરાં કાલાવડિયા છેલ્લા ૩ વર્ષથી સાહિત્ય જગત સાથે જોડાયેલા છે તેઓ હાલ આઈ.આઈ.ટી.ઈ
સંલગ્ન ડાયટ અમરેલીમાં અંગ્રેજી વિષય સાથે બી. એડ. નો અભ્યાસ કરી રહ્યા છે, તેમનો માતૃભાષા પ્રત્યેનો વિશેષ લગાવ જ તેમને સાહિત્ય ક્ષેત્રે પ્રસિદ્ધિ આપી છે. તેમણે આ ઉપરાંત કેટલાક સહિયારા પુસ્તકો અને ઈ-મેગેઝિનમા કામ કર્યું છે.
મીરાં બહેને વિશ્વ વિક્રમ વિજેતા બનીને તેમની સ્વ. માતા નયનાબહેન અને પિતા નિતિનભાઇ તેમજ સમગ્ર વાળંદ સમાજનુ અને અમરેલી જિલ્લાનું પણ ગૌરવ વધારવા બદલ સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિબાપુ અને જીરા સરદાર પટેલ માધ્યમિક શાળાના આચાર્ય કિશોરભાઈ દવે તેમજ સ્ટાફ અને એસ.બી.આઈ લાઈફ મિત્ર બળવંતભાઈ મહેતા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.


