Gujarat

રાજકોટની ધો.૯ વિદ્યાર્થીનેને માતાએ ઠપકો આપતા આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી અને ધો.૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બે શુધ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ધો.૯માં અભ્યાસ કરતી સગીરા આવાસ ક્વાર્ટરની લિફ્ટમાં આવતી હતી ત્યારે ગોવિંદ મરાઠાએ તેણીનો મોબાઈલ નંબર લીધો હતો અને સગીરા સાથે સેલ્ફી લીધી હતી જે ફોટો ગોવિંદ મરાઠાએ સગીરાના વ્હોટસઅપમાં સેન્ડ કર્યો હતો. જે ફોટો સગીરાની માતા જાેઈ જતાં તેણે આ બાબતે પુત્રીને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિછીયા તાલુકાના ખારચીયા ગામની સીમમાંથી ગ્રામ્ય એસઓજીની ટીમે બાતીના આધારે વિસ્ફોટક જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ૧૪૯ જીલેટીન સ્ટીક અને ૧૯ ડીટોનેટર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.શ્રવણ નામનો રાજસ્થાની શખ્સ તેની ઝૂપડીમાં ગેરકાયદે વિસ્ફોટકો રાખેલો હોય જે બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી આરોપી શ્રવણસીંગ રામસીંગ રાવતને ઝડપી પાડી તેની પાસેથી જીલેટીન સ્ટીક નં. ૧૪૯ તથા ડીટોનેટર નં.૧૯ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ વિછીયા પોલીસ મથકમાં એકસપ્લોઝીવ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી ધો.૯ની છાત્રા સાથે યુવાને સેલ્ફી લીધા બાદ સગીરાના મોબાઈલમાં ફોટો વ્હોટ્‌સએપ કર્યો હતો. જે ફોટો સગીરાની માતા જાેઇ જતાં તેણે પૂત્રીને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના પગલે સગીરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *