Gujarat

સુરેન્દ્રનગરમાં રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં ૧નું મોત

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના કોઠારીયા અને ઝમ્મર વચ્ચે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં રીક્ષામાં સવાર મગનભાઈ રામજીભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે અને રીક્ષાચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને ટીબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત તેની તબિયત સ્થિર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાણંદથી સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ બનેવી દિગસર રીક્ષા લઈને આવી રહ્યા હતા. તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે રીક્ષા સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મગનભાઈ રામજીભાઈ સોલંકીનું કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું છે. તેમની ડેડબોડીને પી.એમ. માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને તેમનું પીએમ કરી અને પરિવારને ડેડબોડી સોંપવામાં આવી છે. ઘટનાને લીધે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર બની જવા પામ્યો છે. તેના આ મામલે વધુ તપાસ પોલીસ તંત્રે હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતના પગલે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અન્ય એકને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાળાના મોતના સમાચાર સાંભળ્યા બાદ કાણમાં જતા બનેવીનું અકસ્માતના પગલે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

One-killed-in-rickshaw-car-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *