રાજકોટ
રાજકોટના સામાંકાંઠે પેડક રોડ રણછોડનગર શેરી.૨૯ ઉત્સવ મકાનમાં રહેતા ભુપેન્દ્રભાઈ ગણેશભાઈ નાથાણી(પટેલ)(ઉ.વ.૪૩)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું દૂધની ડેરીની પાછળ મેહુલનગર મેઇન રોડ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નટરાજ ટેક્ષટાઇલ્સ પ્રિન્ટ નામે સાડીનું ૩૦ વર્ષથી કારખાનું ધરાવું છું.આ કારખાનાનું રીનોવેશન કામ ચાલુ છે માટે હાલ તે કારખાને દરરોજ નિયમિત જાવ છું.તા.૦૩/૦૫ના રોજ કારખાનાના રીનોવેશનના અને જીઇબીમાં પૈસા આપવાના હોય માટે રૂ.૧૬ લાખની રોકડ લઈ કારખાનામાં આવેલા ટેબલના ખાનામાં મૂક્યા હતા ત્યારબાદ કારખાનું રાત્રીના બંધ કરી દીધું હતું. ત્યારબાદ સવારે નિત્યક્રમ મુજબ બીજા દિવસે ભુપેન્દ્રભાઈ કારખાનામાં આવી ટેબલ ચેક કરતા રૂ.૧૬ લાખની રોકડ ભરેલી થેલી ટેબલના કારખાનામાં જાેવા મળી નહોતી અને આજુ બાજુ તપાસ કરતા થેલી ક્યાંય જાેવામાં આવી નહોતી.તેમજ સીસીટીવી કેમેરા જાેવા જતા તે પણ તસ્કરો લઈ ગયા હતા.ત્યારબાદ આ મામલે બાજુમાં જ કારખાનું ધરાવતા હેમંતભાઈને હકીકત જણાવી તપાસ કરતા તેના પણ કેમેરા તસ્કરો ઉઠાવી ગયા હતા. મારુ કારખાનું રાત્રીના સમયે બંધ હતું.ત્યારે મારા અને બાજુમાં કારખાનું ધરાવતા હેમંતભાઈના કારખાનાના સેડ વચ્ચે ૮ ફૂટની દીવાલ આવેલી છે.તે બંને વચ્ચે દીવાલ હોય અને ખુલ્લો ગેપ પડતો હોય તેમાંથી મારા કારખાનામાં તસ્કર અંદર પ્રવેશી ઓફિસના દરવાજાને મારેલ તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા ટેબલના ખાનામાં રાખેલા રૂ.૧૬ લાખની રોકડ ભરેલી થેલી અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.તે પૈસા જીઇબી અને હાલ કારખાનામાં હાલ રીનોવેશન ચાલુ છે તેને પૈસા ચૂકવવાના થતા હોય તે પૈસા કારખાનામાં રાખ્યા હતા. આ બનાવ અંગે થોરાડા પોલીસમાં ભુપેન્દ્રભાઈ ફરિયાદ નોંધવામાં આવતા પીઆઇ દેસાઈની રાહબરીમાં પીએસઆઈ જી.એસ.ગઢવી અને સ્ટાફે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ઓળખ મેળવી પોલીસે થોરાડા વિસ્તારના શખ્સને સકંજામાં લઈ તેની પાસેથી ચોરીમાં ગયેલી તમામ રોકડ કબ્જે કરી હતીરાજકોટના દૂધની ડેરી વિસ્તારમાં આવેલી નટરાજ ટેક્સ્ટાઈલ પ્રિન્ટ નામે કારખાનામાંથી બે દિવસ પહેલા તસ્કરોએ આઠ ફૂટની દીવાલ કૂદી કારખાનાના ટેબલમાં રાખેલા રૂ.૧૬ લાખની રોકડ ભરેલી થેલી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર અજાણ્યા તસ્કરો લઈ જતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે આજુબાજુના સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરતા આરોપીને સકંજામાં લઈ તમામ રોકડ કબ્જે કરી હતી.


