Gujarat

દમણની દુકાનમાં સર્ચ કરાતા ટેક્સ ચોરી કરતા વેપારીઓમાં ભયનો માહોલ

વલસાડ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ દુબઇ માર્કેટમાં ટેક્ષી સ્ટેન્ડ પાસે આવેલી મુન સ્ટાર નામની દુકાનમાં જીએસટીવિભાગના ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુન સ્ટાર દુકાનનો સંચાલક રાજ્ય બહાર અને દેશ બહારની મોંઘીદાટ વસ્તુઓ વેચવા છત્તા જીએસટીમાં ઓછી રકમ ભરતી હોવાનું જીએસટીના અધિકારીઓને જાણવા મળ્યું હતું. જેના આધારે જીએસટીના અધિકારીઓએ મુન સ્ટાર નામની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં દમણ કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી જીએસટીઅધિકારીઓએ દુકાનદાર દ્વારા ખરીદ આવે વેચાણના બિલ અને સ્ટોક સહિતના વસ્તુઓ ચેક કરવામાં આવી હતી. જેને લઈને દમણ અને આજુબાજુના વિસ્તારમાં જીએસટીચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલી દુબઇ માર્કેટ સામે વિદેશ કપડાં સહિત વસ્તુઓ વેચતી મુન સ્ટાર નામની દુકાનમાં જીએસટીના અધિકારીઓએ દુકાનદારો દ્વારા જીએસટીમાં થતી ચોરીને અટકાવવા સર્ચ હાથ ધર્યું હતું. સંઘ પ્રદેશમાં જીએસટીઅધિકારીઓ અને દમણ કલેક્ટર સહિત અધિકારીઓએ દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અન્ય રાજ્યો અને અન્ય દેશોની મોંઘીદાટ વસ્તુઓ વેચાણ સામે જીએસટીઓછો ભરાતો હોવાની માહિતીના આધારે જીએસટીના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું. જીએસટીઅધિકારીઓના કાફલા સાથે સર્ચ હાથ ધરતા ટેક્સ ચોરી કરતા વેઓરીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *