Gujarat

ગુજરાતના જ્જ જે.બી.પારડીવાલા સુપ્રીમ કોર્ટના જજ નિમાયા

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે. જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ ૧૯૯૦માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. ૧૯૯૪માં તેઓ ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજાેર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં ૫૨ વર્ષ વકીલાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં હાલ ૩૨ જજ કાર્યરત છે. સુપ્રીમ કોર્ટ માટે મંજુર થયેલ કુલ જજની સંખ્યા ૩૪ છે. એટલે કે હાલ કુલ સંખ્યાના સામે ૨ જજની ઘટ છે. સાથે જ આવનાર દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં હાલ કાર્યરત સિનિયર જ પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

J.-B.-Pardiwala.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *