International

૨૦૨૫માં પ્રથમ સ્પેસ હોટલ શરૂ થશે

વોશીંગ્ટન
સ્પેસ કંપની ઓર્બિટલ અસેંબલી આ હોટલ પર કામ કરી રહી છે. યૂએસ બેસ્ડ આ કંપનીએ પોતાના સ્પેસ હોટલને લઇને ઘણી જાણકારીઓ શેર કરી છે. જેના પર તે ૨૦૧૯ થી કામ કરી રહી છે. ઓર્બિટલ અસેંબલીના મુખ્ય સંચાલન અધિકારી ટીમ અલાતોરેને લાગે છે કે અંતરિક્ષ પર્યટન શરૂ થતાં જ અડચણ પણ દૂર થઇ જશે. લોકોનું વલણ તેમના પ્રત્યે વધશે અને તેને યૂઝ કરનારાઓની સંખ્યા પણ વધશે. તેમણે જણાવ્યું કે અમારો ટાર્ગેટ હંમેશા અંતરિક્ષ પર મોટી માત્રામાં લાકોને રહેવા, કામ કરવા અને તેમના ફરવાની સંભાવના બનાવવા પર રહ્યો છે. ફરવા ઉપરાંત અમે લોકો અંતરિક્ષ સ્ટેશન પર ઓફિસ અને રહેવાની જગ્યા પર કામ કરી રહ્યા છે. ઘર અને ઓફિસ ભાડા પર ઉપલબ્ધ છે. મૂળરૂપથી કેલિફોર્નિયાની કંપની ગેટવે ફાઉન્ડેશન દ્રારા આ હોટલની ડિઝાઇન અને ખાસિયતને તાજેતરમાં જ ફીચર કરવામાં આવી. આ પ્રોજેક્ટની દેખરેખ હવે ઓર્બિટલ અસેંબલી કોર્પોરેશન કરી રહી છે. રિપોર્ટ અનુસાર ઓર્બિટલ અસેંબલી હવે ટૂરિસ્ટ માટે એક નહી પરંતુ ૨ અંતરિક્ષ સ્ટેશનોને લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાયેજર સ્ટેશનમાં હવે ૪૦૦ લોકોને રોકાવવાની ક્ષમતા હશે. તેને ૨૦૨૭ માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. તો નવા સ્ટેશનનું નામ પાયનિયર સ્ટેશન રાખવામાં આવ્યું છે અને તેમાં ૨૮ લોકો આવી શકે છે. આ આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૫ માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. ટૂરિઝમ હવે પહેલાં કરતાં ઘણુ વધી ગયું છે. ગત એક વર્ષમાં આ સેક્ટરમાં ઘણા મોટા ખેલાડી આવ્યા છે. વર્જિનના સંસ્થાપક રિચર્ડ બ્રેનસને પોતાની કંપની વર્જિન ગેલેક્ટિક સાથે સબઓર્બિટલ સ્પેસમાં ખૂબ ધમાકો કર્યો છે. તો બીજી તરફ સ્ટાર ટ્રેક અભિનેતા વિલિયમ શૈટનર બ્લૂ અંતરિક્ષમાં સૌથી ઉંમરલાયક બની ગયા છે. પરંતુ હજુ પણ ફક્ત રજાઓ માણવા અને ફરવા માટે જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે.

Payniyar-Station-in-Space-2025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *