Gujarat

જૂનાગઢમાં આત્મહત્યા કરવા જતી સગર્ભા મહિલા અને આવનાર બાળકનો જીવ બચાવવામાં ૧૮૧ ટીમ ને મળી સફળતા 

સાસુ -સસરાના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જતી એક સગર્ભા મહિલાનો જીવ બચાવતી ૧૮૧ મહિલા હેલ્પ લાઇન
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ
જૂનાગઢ સીટી વિસ્તારમાંથી એક સગર્ભા મહિલા તેમના સાસુ-સસરાના ત્રાસથી આત્મહત્યા કરવા વિલિગ્ડન ડેમમા જતા હોય એવો મહિલાના સંબંધી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં જાણ કરતા ફરજ પરના  કર્મચારી કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, મહિલા પોલિસ ઉજાલાબેન ખાણિયા અને પાઈલોટ  ઊમંગભાઈ સ્થળ પર દોડી ગયેલ અને સગર્ભામહિલાને મળીને  સાંત્વના આપીને તેમનૂ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં  સમસ્યા જાણેવા મળેલ કે મહિલા સગર્ભા હોય તેમજ મહિલાને તેમના સાસુ-સસરા દ્વારા અવાર નવાર નાની નાની બાબતે તથા ઘરમાં ઘરકામ  કરવા બાબતે ઝગડા થતા હોય જેમાં તેમના સાસુ સસરા મહિલાને જેમ તેમ  અપશબ્દો બોલીને સંભરામણી  કરતા હોવાની વિગતો મળી હતી. આજરોજ ફરી ઝગડો થતા  મહિલા તેમના સંબંધીના  ઘરે જતા રહેલ ત્યાં તેમના સંબંધીએ તેમને સમજાવેલ મહિલા તેમના સાસુ સસરાના ત્રાસથી કંટાળી ગયેલ હોય જેથી તેઓ તેમના સંબંધીના ઘરેથી કંઈ કહ્યા વગર ઘરેથી વિલિગ્ડન  ડેમમાં આત્મહત્યા કરવા નિકળી ગયેલ જેથી તેમના સંબંધીને  આ બાબતની જાણ થતા તેઓ મહિલાને શોધવા નિકળી ગયેલ અને મહિલા રસ્તામા મળી આવેલ મહિલાને સમજાવતા મહિલા કઈ સમજવા તૈયાર ના હોય અને માનસિક રીતે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધેલ હોવાથી મહિલાના સંબંધીએ સતર્કતા રાખી ૧૮૧ ની મદદ માંગેલ  જેથી તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં ફરજ પરના  કર્મચારી કાઉન્સેલર, મહિલા પોલિસ, પાઈલોટ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાનૂ સ્થળ પર જ કાઉન્સેલીગ કરીને આત્મહત્યા ન કરવા સમજાવેલ. મહિલાને તેમના સાસુ સસરા દ્વારા  હેરાનગતી હોય જેથી કાયદાકિય કાર્યવાહી કરવા જણાવે  પરંતુ મહિલા  કોઈ કાર્યવાહી કરવા માગતા ના હોય  મહિલાને તેમના પતિ દ્વારા કોઈ  હેરાનગતિ ના હોય જેથી તેઓ તેમના સાસુ સસરાથી અલગ રહેવા માગતા  હોય જેથી મહિલાને સાસરે લઈ જઈને  તેમના પતિ તથા સાસુ સસરાને સ્થળ પર કાઉન્સેલીગ કરીને સમજાવેલ મહિલાના પતિ મહિલા સાથે અલગ રહેવા રાજી હોય અને તેમના સાસુ સસરાને તેમનો દિકરો અને વહૂ અલગ રહે તેનાથી કઈ વાંધો ના હોય જેથી મહિલા અને તેમના સાસુ સસરાનૂ સ્થળ પર સમાધાન કરાવેલ આમ મહિલાને આત્મહત્યા કરતા રોકીને સગર્ભા મહિલા અને આવનાર બાળકનો જીવ બચાવી મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવેલ.

IMG-20220511-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *