શાપર વેરાવળ પોલીસ સ્ટેશન અ.મોત નં.૪૦/૨૦૨૨ સી.આર.પી.સી.-૧૭૪ મુજબની અ.મોત તા.૧૩/૦૫/૨૦૨૨ ના કલાક ૦૪/૫૦ વાગ્યે જાહેર થયેલ છે જેમાં આ કામે મરણજનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૫૫ થી ૬૦ વાળો પારડી ગામથી પડવલા ગામ તરફ જતા રસ્તે પીરની દરગાહ પાસેના રેલ્વે ફાટકથી રાજકોટ તરફ જતા રેલ્વેના ટ્રેક પર માઇલ સ્ટોન નં.૧૭/૭ થી નજીક તા.૧૨/૦૫/૨૦૨૨ ના કલાક ૨૨/૫૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે ટ્રેનમાં અથડાઇ જતા માથે તથા શરીરે ઇજા થતા મરણ ગયેલ છે.
આ કામે મરણજનાર મજબુત બાંધાનો અને આશરે ૫૫ થી ૬૦ વર્ષની ઉંમરનો છે. તેણે શરીરે સફેદ કલરનો
શર્ટ તથા સફેદ કલરની બનીયાન તથા કમરે પનીયુ બાંધેલ છે તથા સફેદ કલરનો ચોરણો પહેરેલ છે. મરણજનારના માથામાં કાળા સફેદ વાળ તથા દાઢી, મુછ કાળી સફેદ છે. જે મરણજનારની ઓળખ થયેલ નથી. અને તેના વાલી વારસો મળી આવેલ નથી. જેથી મરણજનારની લાશને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. આ કામેના મરણ જનારની ઓળખ થયેલ ન હોય જેથી આ મરણ જનારની ઓળખ થઇ શકે તેવી કોઇ માહિતી કોઇ પણ વ્યકિત જાણતા હોય તો તે માહિતી આપવા તેમજ મરણજનાર વ્યકિતને ઓળખી શકયા તેવી કોઇ માહિતી મળે અથવા મરણજનાર વ્યક્તિના વાલી વારસો બાબતે કોઈ જાણકારી હોય તો શાપર (વેરાવળ) પોલીસ સ્ટેટશન ફોન નંબર
02827 253600 અથવા PSI.કે.એ.ગોહિલ પોલીસ સબ ઇન્સ. શાપર વેરાવળ મો.નં. ૮૩૪૭૧૩૧૩૧૩ ઉપર જાણ
કરવા વિનંતી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


