ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકા ગામે, બાપા સીતારામની મઢુલી સામે આવેલ નેરડામાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે આજરોજ તા.૧૪/૦૫/૨૦૨૨ ની શરૂ રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓએ એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી ડુંગર પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.
* – જુગાર રમતા પકડાયેલ ઇસમો
(૧) બુધાભાઇ જીણાભાઇ ગુજરીયા, ઉં.વ. ૩૧, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી,
(ર) કમલેશભાઇ કાનાભાઇ સોલંકી, ઉ.વ. ૨૫, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી.
(૩) જગદીશભાઇ દેવશીભાઇ સરવૈયા, ઉ.વ.૩૦, રહે.ઝાંજરડા, તા.રાજુલા, જિ અમરેલી,
(૪) કનુભાઇ ગાંડાભાઇ સાંખટ, ઉ.વ.૩૫, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી.
(૫) પ્રવિણભાઇ ભીમાભાઇ સાંખટ, ઉ.વ.૨૭, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી
(૬) કાળુભાઇ જીણાભાઇ વાઘેલા, ઉં.વ.૪૦, રહે.દેવકા, તા.રાજુલા, જિ.અમરેલી,
(૭) હરીભાઇ દેવશીભાઇ સોંદરવા, ઉ.વ.૨૬, રહે ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી,
→ પકડાયેલ મુદ્દામાલઃ
રોકડા રૂ.૧૦,૮૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬, કિ.ગ.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪૦,૮૭૦/- મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


