Gujarat

નડિયાદ સંતઅન્ના સ્કૂલના વિદ્યાર્થી હસ્સાન બેગ મિરઝા એ ખેલ મહાકુંભમા રાજ્ય કક્ષાએ બોન્ઝ મેડલ મેળવી સાક્ષર નગરી નડિયાદનું ગૌરવ વધાર્યું છે.!!

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સફળતા કોઈનો ઈજારો નથી ખૂબ નાની ઉંમરે કઠોર પરિશ્રમ કરી રાજ્ય કક્ષા સુધી પહોંચવું એ કોઈ નાની અમથી વાત નથી પરિશ્રમ એજ પારસમણિ છે. ના સૂત્રને સાર્થક કરતો સાક્ષર નગરી નડિયાદના પ્રસિધ્ધ યુવા ધારાશાસ્ત્રી  તોફિકબેગ મિરઝા નો પુત્ર હસ્સાન બેગ મિરઝા જે ગુજરાત સરકાર દ્વારા તા.૧૫.૦૫.૨૦૨૨ ના રોજ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ કરાટે કોમ્પિટિશનનું નડિયાદ સ્પોર્ટ કોમ્પેક્ષમાં આયોજન કરવામાં આવ્યું જેમાં હસ્સાન બેગ મિરઝા એ બોન્ઝ મેડલ મેળવી નડિયાદ શહેરની સાથે સમગ્ર ખેડા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
 કહેવાય છે કે પ્રોત્સાહન વિના પરિશ્રમ પાંગલુ હોય છે હસ્સાન બેગ મિરઝા ની આ પ્રસિદ્ધિમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન તેમનાં પ્રાધ્યાપક શ્રી સંજયભાઈ તેમજ આર કે માર્સલ આર્ટના શ્રી રશ્મિનભાઈ પટેલની સાથે દરેક ક્ષેત્રે પ્રોત્સાહન બળ પુરુ પાડનાર તેમના વાલી મંડળ તેમજ પરિવાર જનો ની સાથે સમગ્ર મિત્ર વર્તુળ ને ખરો શ્રેય જાય છે.

IMG-20220515-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *