મુંબઈ
બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેનુ બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીમા મોટુ નામ હતુ, એક્ટ્રેસના મોતના સમાચાર સામે આવતા જ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનુ વાતાવરણ ફેલાઇ ગયુ છે. પલ્લવી ડેના ઘરેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને પ્રાથમિકીમાં અકુદરતી મોતનો ગુનો દાખલ કરી દીધો છે. પોલીસે એક્ટ્રેસના મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. ૨૦ વર્ષીય પલ્લવી ડે બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીમાની એક હતી. તે ટીવી શૉ ‘મોન માને ના’માં લીડ રોલમાં જાેવા મળી હતી. જાેકે, એક્ટ્રેસે આ પગલુ કયા કારણોસર ભર્યુ તે અંગે હજુ ખુલાસો થયો નથી.ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોતનો સિલસિલો શરૂ થઇ ગયો છે, સમાચાર મળી રહ્યાં છે કે બંગાળની જાણીતી યુવા એક્ટ્રેસ પલ્લવી ડેએ આત્મહત્યા કરી લીધી છે. બંગાળી ટીવી એક્ટ્રે્સ પલ્લવી ડેનો કોલકત્તામાં તેના ઘરેથી પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાને કેસ બતાવવામાં આવી રહ્યો છે.
