Delhi

ઓવૈસી ગેરમાર્ગે દોરે છે, જ્ઞાનવાપી સર્વે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી ઃ સુબ્રમણ્યમ સ્વામી

નવીદિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદના મામલા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ઓવૈસીએ કાયદાને વાંચ્યો છે. તેમને કાયદાની ડિગ્રી પણ મળેલી છે. જ્યારે તે કહે છેકે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવાથી ઁઙ્મટ્ઠષ્ઠીજ ર્ક ઉર્જિરૈॅ છષ્ઠં નું ઉલ્લંઘન થાય છે તો તે લોકોને ગેરમાર્ગે દોરે છે. કાયદાનો આની સાથે કોઈ સંબંધ નથી. જ્યારે કોઈ મસ્જિદ કે મંદિરને તોડવામાં આવશે ત્યારે આ કાયદાનો ઉલ્લેખ કરી શકાય છે. આ ગેરકાયદેસર નથી. કોર્ટે આ મામલામાં નિર્દેશ આપ્યો છે. ભાજપના નેતા સ્વામીએ કહ્યુ કે, જ્ઞાનવાપી સર્વેનો વિરોધ સર્વોચ્ચ કોર્ટમાં જઈને કરી શકાય છે અને તે ગયા પણ છે. જ્યારે તે કોર્ટમાં કહેશે કે ઁઙ્મટ્ઠષ્ઠીજ ર્ક ઉર્જિરૈॅ છષ્ઠં ના કાયદાનું ઉલ્લંઘન થયું છે તો કોર્ટમાં બધા હસવા લાગશે. ઓવૈસીની વાત પાયાવિહોણી છે તેમ સ્વામીએ કહ્યુ હતું. સર્વે કોર્ટના નિર્દેશ પર થયો છે. ત્યાં ગમે તે આવી જઈ શકે છે. જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં પીએમ નરેન્દ્ર મોદીના મૌન પર સ્વામીએ કહ્યુ કે, કોર્ટના મામલા પર પીએમ શું બોલે? હું તે નથી કહેતો કે પીએમ ન બોલી શકે, પરંતુ આ મામલો તેમના કાર્યક્ષેત્ર સાથે જાેડાયેલો નથી. તેમાં કોર્ટે આદેશ આપ્યો. પછી સર્વે થયો અને કોઈ નુકસાન ન થયું તો તેમાં પીએમ શું બોલશે. જાે પીએમ બોલે તો તે માંગ હશે કે સંસદમાં બિલ પાસ કરી ઁઙ્મટ્ઠષ્ઠીજ ર્ક ઉર્જિરૈॅ છષ્ઠં ને રદ્દ કરવામાં આવે. હાલમાં તેમણે ન બોલીને બરાબર કર્યુ છે. મથુરાની શાહી ઈદગાહ, તાજમહેલ અને કુતુબમીનાર સાથે જાેડાયેલા મુદ્દા પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, સાધુ-સંતોની બેઠકમાં નક્કી થયુ કે ત્રણ મંદિર કાશી, મથુરા અને અયોધ્યા અમે ન છોડી શકીએ કારણ કે તેમાં ભગવાન પ્રત્યક્ષ રૂપથી આવ્યા હતા. રામ જન્મભૂમિ જ્યાં રામનો જન્મ થયો. આ સિવાય બીજે જન્મ નથી થયો. ઘણા મંદિર તોડવામાં આવ્યા પરંતુ અમારો દાવો માત્ર ત્રણ પર છે. મારૂ કહેવુ છે કે તમારે જે કરવુ હોય તે કોર્ટ દ્વારા કરો. ચૂંટણી પહેલા માહોલ બનાવવાના પ્રયાસ પર સ્વામીએ કહ્યુ કે, જ્યારે હું સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર ચર્ચા કરી રહ્યો હતો ત્યારે પણ આ વાત કહેવામાં આવી હતી, પરંતુ ર્નિણય તો ચૂંટણી બાદ આવી ગયો. હવે તમે કહી રહ્યાં છો કે અન્યાય થયો છે. અન્યાય તો થયો જ છે. ઔરંગઝેબનું ઉરમાન છે. તે ફરમાનમાં એટલા આરોપ લગાવવામાં આવ્યા કે તેને જાેઈને ગમે તે હિન્દુ દુખી થશે. હિન્દુ તો શાંતિથી રહે છે. હજુ સુધી કોઈ નુકસાન થયું નથી.

Gyanvapi-Mosque-Subhanyam-Swami.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *