છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે ગોગડી યા ગ્રામ પંચાયતના રેકોર્ડ દફતર તપાસી જન સંવાદ કાર્યક્રમ ને આગળ વધાર્યો હતો.. ગામના સરપંચ અને ગામ લોકોએ જિલ્લા કલેક્ટર ની ઓચિંતી મુલાકાત ને બિરદાવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગોગડીયા જુથ ગ્રામ પંચાયતના સેગવાસિમડી ગામમા જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે અચાનક સરપ્રાઈઝ વિઝીટ કરી જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમા ગામ લોકો ગુજરાતી શાળામાં એકત્ર થઈ જન સંવાદ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ગામલોકોના નાના-મોટા પ્રશ્નો સાંભળ્યા હતા અને જે તે વિભાગના અધિકારીઓ ને કડક સૂચનો આપ્યા હતા અને જલદીથી નિકાલ લાવવા આદેશ કરવામાં આવ્યા હતા. જિલ્લામાંથી અને બોડેલી તાલુકાના અધિકારીઓ ની હાજરીમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે એક બાદ એક લોકો ના પ્રશ્નો સાંભળ્યા હતા અને લોકોના પ્રશ્નો અંગે જે વિભાગ ને લગતા કામોના અધિકારી ની સમક્ષ કલેકટર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા અધિકારી ઓને કડક શબ્દોમાં સૂચનો કરવામાં આવ્યા હતા કલેકટર દ્વારા સરકારની જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે. તેમાં કોઈપણ ગામના લોકો રહી ના જાય એ ખાસ કરીને અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
અનેક પ્રકારના કામો ને લઈને ગામલોકોની રજુઆતને જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ના પુરવઠા અધિકારી નાયબ કલેકટર બોડેલી મામલતદાર, અને તમામ અધિકારીઓની , સમક્ષ લોક પ્રશ્ન ને ધ્યાને લઇ જલ્દીથી જલ્દી નિકાલ કરવા લોકોને કલેકટર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


