સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલાનાં ગાંધી શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગિય વિકાસ અર્થે શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાવરકુંડલા માં વેકેશન માં સાત દિવસ માટે વ્યક્તિત્વ વિકાસ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિદ્યાર્થીઓને રમત સાથે જ્ઞાન મળે તેમજ બાળકોમાં નૈતિક, સામાજિક અને રાષ્ટ્રીય ગુણોનો વિકાસ થાય તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. પ્રાર્થના,કલા, ચિત્ર,વેસ્ટ માંથી બેસ્ટ,સુશોભન, દેશી રમતો, યોગ , ધ્યાન, નાટક , અભિનય ગીત ,ડાન્સ, વકતવ્ય, વૈદિક ગણિત, વિજ્ઞાાન પ્રયોગો, બાળવાર્તા , અક્ષરલેખન , પપેટ , સૂર્ય નમસ્કાર આવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોને જાણેકે નવી ઊર્જા પુરી પાડવામાં આવેલી હતી.
કલા , શારીરિક અને શૈક્ષણિક એમ ત્રણ વિભાગમાં વહેંચેલી ભિન્ન- ભિન્ન પ્રવૃત્તિઓ દરેક વિષયના તજજ્ઞો દ્વારા કરાવવામાં આવેલ.
બાળ વાર્તાકાર તેમજ અનેક એવોર્ડ વિજેતા શ્રી વાસુદેવભાઈ સોઢા – અમરેલી, બાળકેન્દ્રી શિક્ષણ આપનારા રાઘવજીભાઈ (રઘુ રમકડું) -મીતીરાળા , રાજકોટ જિલ્લા કલા શિક્ષક સંઘના પ્રમુખ ,ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના ઉપપ્રમુખ, અનેક એવોર્ડ વિજેતા બાળ ચિત્ર સર્જક શ્રી રજનીભાઈ ત્રિવદી- રાજકોટ, જાદુઈ શકિત દ્વારા મંત્રમુગ્ધ કરનાર શ્રી નૂતન કેળવણી મંડળના કારોબારી સભ્યશ્રી જનકભાઈ ઉપાધ્યાય, વૈદિક ગણિત કરાવનાર મોહિતભાઈ, બે હાથ વડે ચિત્ર દોરતા શિખવનાર શ્રી ભાવેશભાઇ બોરીસાગર કે જેમણે કાર્યક્રમનું સંદર સંચાલન પણ કર્યું હતું ,ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી નાં વિવિધ પ્રયોગો, અંધશ્રધ્ધા નિવારણ , બાંધણી વર્ક વગેરે ઘણી પ્રવૃત્તિઓ કરનાર શ્રી નિલેશભાઈ અને તેમની ટીમ -અમરેલી , યાદશક્તિ, જનરલ નોલેજ પીરસનાર ધર્મેન્દ્રભાઈ કનાલા , ગ્રાહક સુરક્ષા સાવરકુંડલા ના પ્રમુખ તેમજ એડવોકેટશ્રી રમેશભાઈ હિરાણી અને તેમની ટીમ, શ્રી વિજયભાઈ મહેતા (સંગીતકાર) , યોગ, ધ્યાન, કસરત કરાવનાર શ્રી નૂતન કેળવણી મંડળના કારો.સભ્યશ્રી યોગગુરુ ગીતાબેન જોષી , બીનાબેન જોષી , મંગળાબેન ગેડિયા વગેરે સર્વેએ બાળકોને આ શિબિર યાદગાર બનાવી દીધી હતી.
શિબિરમાં શ્રી નૂતન કેળવણી મંડળનાં આદરણીય પ્રમુખશ્રી ચંદ્રીકાબેન ઘેલાણી કામદાર (બોમ્બે ), ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા , મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જેન્તીભાઈ વાટલીયા, ટૄસ્ટીશ્રી વિનુભાઈ રાવલ,ટૄસ્ટીશ્રી કનુભાઈ ગેડિયા, ટૄસ્ટીશ્રી ભીખાભાઈ દોશી(બોમ્બે ) ,ટૄસ્ટીશ્રી જાબીરભાઈ ચૌહાણ, શ્રી ભરતભાઈ દોશી (બોમ્બે ) ,ડીઈઓ ઓફિસ-અમરેલી માંથી શ્રી આશિષભાઈ જોષી, તેમજ માનનીય વાલીશ્રીઓની પ્રેરક ઉપસ્થિત રહી હતી અને બાળકોનાં ઉત્સાહને વધારી ખરા અર્થમાં શિબિરમાં સફળતા અપાવી હતી.
શિબિરમાં દરરોજ નાસ્તો, ઠંડુ પીણું અને સમાપનનાં દિવસે તમામ બાળકોને માટે તેમજ વાલીશ્રીઓને માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. વેકેશન દરમિયાન કરવામાં આવેલી શિબિરમાં બાળકોને સુંદર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાનનું અને સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું છે તેવી લાગણી આનંદ સાથે વ્યકત કરી માનનીય વાલીશ્રીઓએ આભાર પ્રદર્શિત કરેલ.
સાવરકુંડલા ગર્લ્સ હાઈસ્કૂલ નાં ઉત્સાહી તેમજ અનેક એવોર્ડ વિજેતા પ્રિન્સીપાલશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઇ ખખ્ખર, શિક્ષકશ્રી અશ્વિનભાઈ બાલધિયા , શિક્ષકશ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી અશોકભાઈ (બંગલા વાડી, સેવકશ્રી સવિતાબેન બગડા તેમજ અન્ય શિક્ષકશ્રીઓએ આ શિબિર ને સફળ બનાવવા ખૂબજ જહેમત ઉઠાવી હતી.


