Gujarat

છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ અને નગરની શોભા સમાન કુસુમ સાગર તળાવ કે જે હાલ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે તેની નગરપાલિકા દ્વારા 18.5 લાખના ખર્ચે સફાઈ કાર્ય હાથ ધરાશે,

છોટાઉદેપુરમાં રાજવી સમયમાં બનેલ અને રાજવી  દ્વારા નગરને ભેટમાં આપેલ નગરની શોભા સમાન નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવની જાળવણી ન કરાતા તળાવમાં લીલ, કમળકાકડીની વેલો ઊગી નીકળી છે અને તળાવ આખા ઉપર વેલની ચાદર પથરાઈ ગઈ છે અને તળાવ ફરતે વેપાર કરતા વેપારીઓ દ્વારા તળાવમાં નાખવામાં આવતા કચરાને લઈ નગરનું સુંદર તળાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગયેલ  તળાવમાંથી આવતી દુર્ગંધ  અને મચ્છરના ઉપદ્રવથી ત્રસ્ત નગરજનોની રજૂઆતને પગલે છોટાઉદેપુર નગર પાલિકા તંત્ર દ્વારા કુસુમ સાગર તળાવની સફાઈ નો નિર્ણય લેવામાં આવ્યો છે , પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવાએ જણાવ્યું હતુંકે નાગરિકોની રજૂઆતને ધ્યાને લઇ પાલિકાએ કુસુમ સાગર તળાવની સાફ સફાઈની કામગીરી માટે સર્વે કરી રૂપિયા 18.5 લાખ ની ગ્રાન્ટ ફાળવી છે અને તેની સફાઈનો ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી પણ શરૂ કરી દેવાશે,જોકે નગરના જાગૃત નાગરિકો દ્વારા તળાવની જાળવણી એ આપણી પણ ફરજ છે તે સમજી તળાવમાં કચરો ના નાખે તેવી અપીલ કરી છે સાથે  તળાવ પુનઃ નગરની શોભામાં અભિવૃદ્ધિ સમાન બને તે રીતે પાલિકા તંત્ર તળાવની સફાઈ કરાવે તેવી અપેક્ષા રાખી રહયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220519-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *