Maharashtra

યૌન શોષણ કેસના આરોપીએ દેશ છોડ્યાનું પોલીસ કમિશનરનું નિવેદન

મુંબઈ
બાબુ ક્યાં છે, જાે કે કોઈ સુરાગ મળ્યો નથી, પરંતુ આ દરમિયાન કોચી પોલીસ તેમની તપાસમાં સતત દરોડા પાડી રહી છે. અભિનેતા વિજય બાબુનો પાસપોર્ટ જપ્ત કર્યાની પુષ્ટિ કરતા કોચી જિલ્લા પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ કહ્યું છે કે આ કાર્યવાહીથી તેમના પાસપોર્ટ પર જાહેર કરાયેલા તમામ વિઝા હવે સંપૂર્ણપણે અમાન્ય થઈ ગયા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીઝ હોય કે બોલિવુડ. દરેકમાં યૌન શોષણના કેસ સામે આવતા જ હોય છે. હાલ યૌન શોષણ જેવા ગંભીર કેસનો સામનો કરી રહેલા મલયાલમ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિજય બાબૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનો પાસપોર્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ તમામ વાતો વચ્ચે એ જાણવા મળી શક્યું નથી કે આખરે તેઓ ક્યાં છૂપાયેલા છે. નાગરાજુએ કહ્યું, ‘હાલમાં એવા સંકેતો અને માહિતી મળી રહી છે કે તે બીજા દેશમાં પ્રવેશ્યો છે. પરંતુ અમારી પાસે તેની સામે કોર્ટનું વોરંટ છે, તેથી તેની ધરપકડ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરમિયાન, એવા સમાચાર હતા કે મલયાલમ અભિનેતા વિજય બાબુએ પાસપોર્ટ અધિકારીઓને કહ્યું છે કે તેઓ ૨૪ મેના રોજ ઓફિસમાં હાજર રહેશે. બાબુ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું છે કે જાે તે જલ્દી પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો આવી સ્થિતિમાં તેમની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જાે કે કેરળ પોલીસને હજુ સુધી આ મામલે ઈન્ટરપોલ અથવા ેંછઈ પોલીસ તરફથી કોઈ માહિતી કે જવાબ મળ્યો નથી.

India-Bollywood-Film-Actor-Vijay-babu-Sexual-Assault-Case-Likely-fled-to-Another-Nation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *