National

હક્કાનીને પૂછવામાં આવેલો સવાલ અને તેના જવાબમાં એવું કહ્યું કે….

કાબુલ
તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી અફઘાન છોકરીઓ માટે ધોરણ ૬ સુધીની શાળાઓ માર્ચમાં ખુલવાની હતી, પરંતુ ત્યારબાદ શાળાનો યૂનિફોર્મ શરિયા અને અફઘાન પરંપરાઓ તથા સંસ્કૃતિ અનુસાર સેટ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું હતું. સત્તામાં આવ્યા પછી તાલિબાને મહિલાઓને હિજાબ પહેરવાની અથવા સ્કાર્ફથી માથું ઢાંકવાનું કહ્યું છે. જાે કે, તે ઇચ્છે તો તેમનો ચહેરો ખુલ્લો રાખી શકે છે. પરંતુ મે સુધીમાં તેમને જાહેર સ્થળોએ સંપૂર્ણ ચહેરો ઢાંકવા અને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી જ્યારે તાલિબાન સરકાર સત્તામાં હતી ત્યારે પણ મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન છોકરીઓને હાઈસ્કૂલમાં જવા માટેની પરવાનગી આપશે. આ જાહેરાત અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહ પ્રધાન અને તાલિબાનના સહ- નેતા સિરાજુદ્દીન હક્કાનીએ કરી છે. તાલિબાન સરકારને છોકરીઓને હાઈસ્કૂલમાં જવા દેવાના વચનની પૂર્તિ ન થવાથી ભારે ફટકો પડ્યો હતો. અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા પછી તાલિબાન સરકારે કહ્યું કે તે તેના કટ્ટરપંથી વલણને બદલે લોકો પ્રત્યે ઉદાર વલણ અપનાવશે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેઓએ તેમનો ર્નિણય પાછો ખેંચી લીધો અને છોકરીઓને શાળાએ જવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો. જ્યારે હક્કાનીને પૂછવામાં આવ્યું કે, શું છોકરીઓ ઘરથી બહાર જવાથી ડરે છે તાલિબાન? હક્કાનીનો જવાબ હતો કે…. તો તેમનો જવાબ હતો કે તોફાની છોકરીઓએ ઘરમાં જ રહેવું જાેઈએ. તેમણે કહ્યું કે તોફાની છોકરીઓનો મતલબ એવી મહિલાઓ છે જે બીજાના કહેવા પર સરકાર પર સવાલ ઉઠાવતી રહે છે. ઉલ્લેખનિય છે કે સિરાજુદ્દીન હક્કાની અમેરિકી ગુપ્તચર એજન્સી હ્લમ્ૈંના વોન્ટેડ લોકોની યાદીમાં છે અને અમેરિકી વિદેશ વિભાગે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અને તેના માથા પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ છે. તેણે સીએનએનને કોઈ ચોક્કસ સમય જણાવ્યા વિના કહ્યું કે ધોરણ ૬ સુધીની છોકરીઓ પહેલેથી જ શાળાએ જઈ રહી છે અને જાે ઉપરવાળો ઈચ્છે તો ઉચ્ચ વર્ગ વિશે ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળવામાં મળશે. હિજાબ પહેરતી યુવતીઓ અંગે હક્કાનીએ કહ્યું કે, અમે કોઈ મહિલા પર હિજાબ પહેરવા માટે દબાણ કર્યું નથી, બલ્કે અમે તેમને સલાહ આપી છે. તેમને હિજાબ વિશે અમારા દ્વારા ઉપદેશ આપવવામાં આવે છે કે હિજાબ જરૂરી નથી, પરંતુ તે ઇસ્લામિક આદેશ છે જે દરેક વ્યક્તિએ માનવો જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *