Uttar Pradesh

વારાણસીથી શ્રૃંગાર ગૌરી પૂજાનો પૂજારીનો એક વીડિયો આવ્યો સામે

વારાણસી
વારાણસીનો જ્ઞાનવાપી કેસ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જ્યાં લોકો બાબા વિશ્વનાથ ધામ પાસે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આ જ પરિસરમાંથી શ્રૃંગાર ગૌરી પૂજાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો થોડા સમય પહેલાનો છે જેમાં પૂજારી પૂજા પહેલા સફાઈ કરતા જાેવા મળે છે. આ એ જ જગ્યા છે જ્યાં દેશના અન્ય મંદિરોની જેમ દરરોજ પૂજા અને આરતીની માંગ કરવામાં આવે છે. જે મહિલાઓએ કોર્ટમાં જ્ઞાનવાપીની અંદર પુજા અર્ચના કરવા માટે અરજી કરી છે, તેઓએ પણ આ સમગ્ર મામલો દેશના હિંદુઓની આસ્થા સાથે જાેડાયેલો મામલો હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ આ મામલાનો પડઘો દેશની સર્વોચ્ચ અદાલતમાં સંભળાયો હતો. દરમિયાન અમે તમને માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો વીડિયો બતાવીએ છીએ. આવી સ્થિતિમાં તમે કરો મા શ્રૃંગાર ગૌરીના દિવ્ય દર્શન. અત્યારે આ સ્થળે વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરવાની છૂટ છે. એવું કહેવાય છે કે અહીં માતા સ્વયંભૂ છે. તેથી જ માતાના ભક્તો સતત અહીં પૂજા કરવાની માંગણી કરતા રહે છે. આ સમગ્ર વિસ્તારને લઈને હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષ પોતપોતાના દાવા કરી રહ્યા છે. કોર્ટના આદેશથી જ્ઞાનવાપીમાં વીડિયોગ્રાફી અને સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન મસ્જિદના વુઝુખાનામાંથી બાબા (શિવલિંગ) મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *