Bihar

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધને મારમારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

ભોપાલ
મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગની ઘટના બની છે. અહીંના નીમચમાં એક વૃદ્ધ વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ વૃદ્ધને લાફા મારી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પહેલા વૃદ્ધનું મોત થઈ ચુક્યુ હતું. હવે વીડિયો સામે આવ્યા બાદ પરિવારજનોએ પોલીસમાં મારપીટથી મોત થવાની ફરિયાદ નોંધાવી છે. આ વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે કે મારનાર વ્યક્તિ તે કહેતા જાેવા મળી રહ્યો છે કે શું તારૂ નામ મોહમ્મદ છે? જાવરાથી આવ્યો છે? તારૂ આધાર કાર્ડ દેખાડ. માર ખાનાર વૃદ્ધ કહી રહ્યા છે કે ૨૦૦ રૂપિયા લઈ લો. આ ઘટના મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસાની છે. જે વ્યક્તિને માર મારવામાં આવ્યો તે વૃદ્ધ રતલામ જિલ્લાના સરસીના ભંવરલાલ ચત્તર જૈન છે, જેમની ઉંમર ૬૫ વર્ષ હતી. તે માનસિક રૂપથી નબળા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાના એક દિવસ પહેલા પોલીસે વૃદ્ધ વ્યક્તિનો ફોટો જાહેર કર્યો હતો. આ વ્યક્તિનો મૃતદેહ રામપુરા રોડ મારૂતિ શો-રૂમની પાસે મળ્યો હતો. જેની ઓળખ ભવંરલાલ જૈનથી થઈ હતી. આ વીડિયો સામે આવ્યા બાદ મૃતકના ભાઈ અને ગામના લોકો મનાસા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. પોલીસે વૃદ્ધને માર મારનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. મારપીટ કરનાર આરોપી દિનેશ કુશવાહ છે, જે મનાસાનો રહેવાસી છે. તે ભાજપના પૂર્વ પાર્ષદનો પતિ છે. પોલીસે આ મામલામાં ૩૦૨ આઈપીસીની કલમ હેઠળ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે. મનાસા ટીઆઈના એલ ડાંગી ટી આઈ એ જણાવ્યું કે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ અન્ય લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *