Maharashtra

સાઉથ કે નોર્થ કહેવાનું બંધ કરો ઃ અક્ષય કુમાર

મુંબઈ
છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે જંગ જામી છે. બંનેના ફેન્સમાં પણ એક મોટો ભેદ પડી ગયો છે. હિંદી ભાષાને લઇને કિચ્ચા સુદિપે જ્યારે વિવાદિત નિવેદન આપ્યું ત્યારે અજય દેવગને ટિ્‌વટર પર તેનો જવાબ આપ્યો હતો. ત્યારબાદથી બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે પરસ્પર નિવેદનોની જંગ ચાલી રહી છે. એક બાદ એક કલાકારો આ મુદ્દે પોતાના વિચારો મુકતા સામે આવી રહ્યા છે. હવે આ જંગમાં ખેલાડી અક્ષય કુમારે એન્ટ્રી કરી છે. મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષયે જણાવ્યું કે, હું પરસ્પર ભાગલા પાડતી કોઇ પણ હરકતો અને ઘટનાઓ પર વિશ્વાસ નથી કરતો. દેશના ભાગલાઓ પાડવાનું બંધ કરો. સાઉથ ઇન્ડિયા કે નોર્થ ઇન્ડિયા કહેવાનું બંધ કરો. જાે તેઓ કંઇ કહી રહ્યા છે તો તમે શા માટે જવાબ આપો છો? તેઓ શું કહે છે તેની સાથે મારે કોઇ જ લેવાદેવા નથી. હું પર્સનલી માનું છું કે આ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. મારી ઇચ્છા તો એવી જ છે કે તેમની સાથે અમારી ફિલ્મો પણ ચાલે. અક્ષયે આગળ જણાવ્યું કે, આજે જે થઇ રહ્યું છે તેવું આઝાદીના સમયે પણ થયું હતું. આ જ વસ્તુ અંગ્રેજાેએ કરી હતી. તેમણે સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા, ઇસ્ટ ઇન્ડિયામાં દેશને વહેંચી દીધો હતો. તેમના જેવું કામ ન કરો. તેઓ શું બોલે છે તેનાથી મને અસર નથી થતી. હું માત્ર મારા વિચારો અને એક્શન પર ધ્યાન આપું છું. પોતાની વાતમાં આગળ અક્ષયે જણાવ્યું કે, મને યાદ છે કે, આખી ફિલ્મનું બજેટ ૧૫ લાખ રૂપિયા હતું ત્યારથી હું ફિલ્મોમાં કામ કરૂં છું અને આજે ૨૫૦થી ૪૦૦ કરોડમાં ફિલ્મો બની રહી છે. તેમાં તેમનો પણ હાથ છે અને આપણે પણ સામેલ છીએ. લોકોએ સમજવું જાેઇએ કે હાલ જે ડિવાઇડ કરવાની વાતો ચાલે છે તે ખૂબ નિરાશાજનક છે. અમને ડિવાઇડ કરવાનું બંધ કરો. તેની પાછળ જરૂર કોઇનો હાથ છે જે ડિવાઇડ કરવા માંગે છે. આપણે તેમનાથી સાવધાન રહેવું જાેઇએ. અક્ષયે અંતે પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું કે, ઓહ માય ગોડ મારી હતી અને તેલુગૂમાં પણ ચાલી. રાઉડી રાઠોર તેમની બનાવેલી હતી અને મેં બનાવી અમારી પણ ચાલી. તો સમસ્યા શું છે? રીમેક ક્રિએટ કરવામાં શું વાંધો છે? અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ જલદી જ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે માનુષી છિલ્લર સાથે દેખાશે. આ ઉપરાંત તેઓ ઇમરાન હાશમીની સાથે સેલ્ફીમાં પણ દેખાશે. અક્ષય આ ફિલ્મો સિવાય ગોરખા, ઓએમજી ૨, રક્ષા બંધન, મિશન સિંડ્રેલા અને રામ સેતુ જેવી મૂવીઝમાં કામ કરી રહ્યા છે.બોલિવૂડના ખેલાડી ગણાતા અક્ષય કુમારે સાઉથ ફિલ્મોની હિન્દી રીમેકમાં ઘણી વખત કામ કરેલું છે. દરેક ઇન્ડસ્ટ્રીને તે બરાબર સપોર્ટ કરે છે અને તેના ગ્રોથના ભાગીદાર પણ બને છે. આપણે સૌ જાણીએ છીએ બોલીવૂડ અને સાઉથ સિનેમા વચ્ચે વર્ષોથી એક ભેદરેખા રાખવામાં આવી છે. પરંતુ હવે અક્ષય કુમારે બોલીવૂડ/ સાઉથની ડિબેટ અંગે પોતોના મંતવ્યો રજૂ કર્યા છે.

India-Bollywood-Film-Actor-Akshay-Kumar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *