મુંબઈ
સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલના ભત્રીજા અને સની દેઓલ અને બોબી દેઓલના કઝીન અભય દેઓલના લગ્નને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભિનેતા અભય દેઓલ ૪૬ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. ‘દેવ ડી’ અને ‘જિંદગી ના મિલેગી દોબારા’ જેવી ફિલ્મોમાં કામ કરી અભય દેઓલે ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અભય દેઓલ લગ્ન અને અફેર્સને લઇને ઘણી વખત ચર્ચામાં આવી ચુક્યા છે. પરંતુ અભય આ પ્રકારના સમાચારો પર રિએક્ટ કરતા નથી. ત્યારે તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા અભય દેઓલે પોતાના લગ્નને લઇને મૌન તોડ્યું છે અને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરી છે. અભય દેઓલે ખુલાસો કર્યો છે તે લગ્ન કરવા જઈ રહ્યા છે. ફિલ્મ ‘જંગલ ક્રાય’ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાને તેમના લગ્ન કરવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું. તેમને તે મિસ્ટ્રી વુમન વિશે પણ સવાલ કરવામાં આવ્યો જેને તેઓ હાલ ડેટ કરી રહ્યા છે. તેના જવાબમાં અભય દેઓલે કહ્યું- ‘મારા લગ્ન થઈ રહ્યા છે.’ જાે કે, તેમણે અન્ય સવાલોના જવાબ આપ્યા ન હતા. જાે કે, થોડા દિવસ પહેલા અભય દેઓલે તેમની ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક સિઝલિંગ તસવીરો પોસ્ટ કરી હતી જે ખુબ જ વાયરલ થઈ હતી. તસવીર શેર કરવાની સાથે અભય દેઓલે કેપ્શનમાં લખ્યું હતું- ‘મારી નોન-બાઈનરી ડોલ!’ ત્યારબાદથી અભય દેઓલના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જઈ રહ્યા છે. ત્યારે હવે અભય દેઓલે આ સમાચારને કન્ફર્મ કર્યા છે તો હવે તેમના ફેન્સને તેમના લગ્નની તારીખ માટે ખુબ એક્સાઈટમેન્ટ થઈ રહી છે.
