અમદાવાદ
વાસણા રામકૃષ્ણ કોલોનીમાં ૩૭ વર્ષીય શીતલબેન સાગરા પરિવાર સાથે રહે છે અને તેઓ અને તેમના ભાઇ ગાંધીનગર સચિવાલયમાં એકાઉન્ટન્ટ તરીકે કોન્ટ્રાક બેઝ ઉપર છેલ્લા ૧૦ વર્ષથી નોકરી કરે છે. ૧૯ મે નારોજ શીતલબેન તેમના ભાઇ સાથે ગાંધીનગરથી એસ.ટી.બસમાં છેલ્લી સીટ પર બેઠા હતાં. એસટી બસ પાલડી એન.આઇ.ડી ત્રણ રસ્તાથી પસાર થતી હતી, ત્યારે બસના ડ્રાઇવરે બેદરાકરી પૂર્વક બમ્પ કૂદાવતા શિતલબેન ઉછળ્યા હતાં અને તેમનું માથું બસની ઉપરની જાળી સાથે અથડાઇને તેઓ સીટ પર પટકાયા હતા. એસટી બસના બેજવાબદાર ડ્રાઈવિંગને કારણે જાેરદાર રીતે પટકાયેલા શિતલબેનને કમરના ભાગે ઇજાઓ થઇ હતી. જેના કારણે તેમના બન્ને પગ સુન્ન થઇ ગયા હતાં અને તેઓ હલચ-ચલન પણ કરી શકતા ન હતા. તેમને તેમના ભાઇ અને પિતા ૧૦૮માં એસવીપી માં સારવાર અર્થે લઇ ગયા હતાં, જયાં સારવાર દરમિયાન તેમના કમરના ભાગે મણકામાં ફેકચર થયું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ બનાવ અંગે શિતલબેને ડ્રાઇવર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.વાસણામાં ગાંધીનગરથી આવેલી એસ.ટી બસના ચાલકે બમ્પ કુદાવતા પાછળની સીટ પર બેઠેલા ૩૭ વર્ષીય મહિલાને કમરના ભાગે મણકામાં ફેકચર થયું હતું. આ બનાવ અંગે મહિલાએ બસના ડ્રાઇવર વિરુધ્ધ એન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
