Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ૧૬૧૫૬  લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજનાની કીટ વિતરણ કરાશે 

છોટાઉદેપુર જિલ્લામાં વનબંધુ યોજના અંતર્ગત  કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે ૧૬૧૫૬ લાભાર્થીઓને ચાર કિલો બિયારણ, પચાસ કિલો ડી.એ.પી ખાતર અને પચાસ પ્રોમની કીટનું વિતરણ કરવામાં આવશે.
પ્રાયોજના વહીવટદાર, છોટાઉદેપુરની કચેરી તરફથી મળતી વિગતો અનુસાર કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧૬૧૫૬ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવશે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં ૪૬૫૩, કવાંટ તાલુકામાં ૩૪૬૯, નસવાડી તાલુકામાં ૨૮૭૪, પાવી-જેતપુર તાલુકામાં ૨૬૭૪, બોડેલી તાલુકામાં ૧૫૫૩ અને સંખેડા તાલુકામાં ૯૩૪ ખેડૂત લાભાર્થીઓ મળી કુલ ૧૬૧૫૬ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓની વિગતો તપાસીએ તો વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૨૦,૪૦૦, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૨૧૮૭, વર્ષ ૨૦૧૯-૨૦માં ૮૧૫૧, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦,૦૦૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૮૦૦૦ લાભાર્થીઓ મળી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ૬૮,૭૩૮ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *