Gujarat

પીએસઆઈ ભરતી પ્રક્રિયા મુદ્દે સરકાર ૧ જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે ઃ કોર્ટ

અમદાવાદ
રાજ્યમાં પીએસઆઈની ભરતી મામલે થયેલ અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટને અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે, જ્યાં સુધી કોર્ટનો અંતિમ ર્નિણય ન આવે ત્યાં સુધી પરીક્ષા પર રોક લગાવવામાં આવે, કારણ કે છેલ્લી ચાર મુદતથી રાજ્ય સરકારે પોતાનો જવાબ પણ રજૂ નથી કર્યો. આ મામલે કોર્ટે કહ્યું કે એડવોકેટ જનરલ હાજર ના હોય તો ગવર્નમેન્ટ પ્લીડરની ઓફીસ આ મુદ્દે જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજુ કરે. પીએસઆઈની ભરતી માટે પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરીટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ૩ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજુઆત કરી છે. જીપીએસસી પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે એસટી, એસસી ઓબીસી અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરવો જાેઈએ, જાેકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે. આ ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.ગુજરાતમાં પીએસઆઈ ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું છે. હાઈકોર્ટે અરજદારોને પણ સલાહ આપી છે કે, પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દેવી જાેઈએ. કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદ અને માંગ લઈને આવ્યા છો એટલે ન્યાય તો મળશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *