મુંબઈ
ટીવી પર આવતી સિરીયલમાં અનુપમા એ ખુબ જ લોકપ્રિય સિરીયલ છે. થોડા જ સમયમાં ઘર-ઘરમાં આ કહાનીએ ઘર કરી લીધું છે. લોકોને આ સિરીયલના પાત્રો એમાંય ખાસ કરીને અનુપમાનું પાત્ર ખુબ જ પસંદ આવી રહ્યું છે. ત્યારે ટીવી સિરીયલ ‘અનુપમા’માં ફાઈનલી અનુજ અને અનુપામાનાં લગ્ન થઈ ગયા. હવે અનુપમા જાેશીમાંથી કપાડિયા બનીને અનુજના ઘરની વહુ બની ગઈ. મહિનાઓ સુધી ચાલેલા લગ્નનાં ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થતા હતા. લગ્ન થયા બાદ હવે વારો છે સુહાગરાતનો. અપકમિંગ એપિસોડમાં અનુજ અને અનુપમાની સુહાગરાત બતાવવામાં આવશે. બીજીબાજુ સિરીયલમાં વનરાજનું ઘર બરબાદ થવાનું છે. અનુપમામાં તમે અત્યાર સુધી જાેયુ કે, અનુજે અનુપમા સાથે સાત ફેરા લઈને તેને પોતાના ઘરની વહુ બનાવી દીધી છે અને શાહ પરિવારમાંથી અનુપમાની વિદાય થઈ ગઈ છે. અનુજે પણ પોતાની દુલ્હન માટે જાેરદાર તૈયારીઓ કરી છે. નવા સાસરિયામાં અનુપમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને આ જાેઈને અનુપમા ઈમોશનલ થઈ જશે. કાવ્યા પણ અનુપમાની ખુશીઓમાં ખુશ થશે. અનુજ પોતાની બધી જ મિકલત અનુપમાના નામે કરી દેશે અને સાથે જ ઘરની જવાબદારીઓ પણ સોંપી દેશે. આ બધી વાત પૂરી થયા પછી વારો આવશે હનીમૂનનો અને અનુજ પોતાના ૨૬ વર્ષ સુધી દિલમાં સાચવેલા અરમાન પૂરા કરશે. અપકમિંગ એપિસોડમાં અનુજ અને અનુપમાનો રોમાન્સ જાેવા મળશે. બંનેની લવસ્ટોરીમાં પ્રેમનો તડકો દર્શકોને આકર્ષી લેશે. એકબાજુ અનુપમાનું ઘર વસી જશે, તો બીજીબાજુ વનરાજનું ઘર ઉજ્જડ થઈ જશે. અનુપમાની વિદાય બાદ વનરાજને ચિંતા થશે કે હવે ઘરમાં અનુપમાની જગ્યા કોણ સંભાળશે. બીજીબાજુ કાવ્યા પણ પોતાના જૂના પતિના કોન્ટેક્ટમાં આવશે અને આ વાતની ખબર બાને પડી જશે. વનરાજ સવાલ કરશે તો કાવ્યા તેને ડિવોર્સ આપવાની ધમકી આપશે.
