Gujarat

સેપરેટ વુમન ની દિકરીએ ગોધરા ખાતે ૧૧મા ખેલ મહાકુંભમાં તિરંદાજી (આર્ચરી) માં ડબલ બ્રોન્ઝ મેડલ જીતી રાષ્ટ્રીય કક્ષાએ જવાનો માર્ગ ખોલ્યો. 

   ગિરગઢડા તા
   ભરત ગંગદેવ..
તાલાલા ની દિકરી નીતાબેન નંદલાલભાઈ પુરોહિત સંજોગોવશાત ૨૦૧૪ માં સેપરેટ વુમન થતાં કોઈના ઉપર નિર્ભર થવાને બદલે  ચાંપરડા મુક્તાનંદ બાપુના માર્ગદર્શનથી ચાલતાં શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બજાવતા પોતાના સ્વાવલંબન થી એમ કોમ અને બી એડ ની ડિગ્રી મેળવી  સાથે સાથે પોતાની દિકરી વાગીશાને ચાંપરડા સંસ્થા ની વાલીતુલ્ય સારસંભાળ સાથે ખુબ સારી રીતે ભણાવી સરકાર શ્રી ની ડી.એલ.એસ.એસ. યોજના હેઠળ સ્પોર્ટ્સ માં આગળ વધારી જેથી ત્યાંથી  ૨૦૧૮ માં વડોદરા ખાતે સી.એ.પટેલ સંસ્થા માં તદન વિનામૂલ્યે એડમીશન મેળવ્યું ત્યાં ભણતરનો તથા રહેવા જમવા વિગેરે સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો અને આ દિકરી આજે ભણવામાં ખૂબ હોશિયાર છે અને રમતગમતમાં તે વોલીબોલ માં સારી પ્લયેર છે અને બાસ્કેટ બોલમાં ચેમ્પિયન છે. સિંગિંગ કોમ્પીટીશન માં પણ વડોદરા  જિલ્લા કક્ષાએ  બીજા નંબર પર આવેલ છે.
  આમ સરકારશ્રી ની ડીએલએસએસ યોજનાએ અને ચાંપરડા વિદ્યા મંદિર ના મુક્તાનંદ બાપુ અને રસીકભાઇ ટાંક તથા બરોડાની સી.એ.પટેલ સંસ્થાએ આ સેપરેટ વુમન નીતાબેન તથા તેમની દિકરી વાગીશાને સ્વાભિમાન સાથે આગળ વધારી છે.  હજુ તેઓ આગળ વધે અને સમાજ ને સ્ત્રી સ્વાવલંબન નો એક કાયમી દ્રષ્ટાંત આપતી જ્વલંત સિધ્ધી મેળવે એવી આપણે શુભેચ્છાઓ આપીએ છીએ…

IMG-20220526-WA0527.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *