વડોદરા
વડોદરા શહેર અને જિલ્લામાં શેરી કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા કૂતરાએ તેના ઉપર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગુઠાને કાપી ખાધો હતો. કૂતરાએ અંગુઠો કાપી ખાતા પરિવાર તુરંત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. સુંદરપુરા ગામમાં બનેલા બનાવને પગલે ગામના લોકો શેરી કૂતરાઓથી દહેશત અનુભવી રહ્યા છે અને બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. સુંદરપુરા ગામમાં કૂતરાએ કરેલા હુમલાના બનાવને પગલે ગામમાં ગભરાટનો માહોલ જાેવા મળી રહ્યો છે. પાંચ દિવસ પહેલા વડોદરાના હરણી વિસ્તારમાં સવાદ ક્વાર્ટરમાં પાંચ લોકોને કૂતરા કરડ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં શેરી કૂતરાઓ લોકો માટે જાેખમરૂપ બની રહ્યા છે.વડોદરા શહેર પાસે આવેલા સુંદરપુરા ગામમાં ૭ વર્ષીય બાળકીને કૂતરાએ બચકું ભરતા અંગુઠો કપાઇ ગયો છે. બાળકીને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
