અંકલેશ્વર
ઝઘડિયાની બોરોસિલ કંપની માં નોકરી કરતો કર્મચારી કમલ ચૌહાણ પોતાની બાઇક અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે પાર્ક કરી કંપનીની ગાડીમાં નોકરીએ ગયા હતા ત્યારબાદ નોકરી પરથી પરત ફરી જ્યાં પોતાની બાઇર પાર્ક કરી હતી ત્યાંથી બાઇક ગુમ હોવાનું જણાઈ આવતા તેઓ એ તપાસ કરતા બાઇર પાર્ક કરેલ જગ્યાના સીસીટીવી ચેક કરતા સીસીટીવી કેમેરામાં તેઓની બાઇકની એક ગઠીયો ચોરી કરી જતો હોવાની ઘટના સામે આવી હતી અને નજીકના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા પણ ચેક કરતાં પેટ્રોલ પંપ ઉપર ગઠીયો ચોરીની બાઇક સાથે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની ચોકડી પાસે જૂની કોલોની ખાતે રહેત ગજાનંદ લિંબચિયાં એ ઘર સામે પાર્ક કરેલી બાઇકની એક વાહન ચોર ચોરી કરી લઇ જતા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. જીઆઇડીસી પોલીસે સીસીટીવીના આધારે બાઇક ચોરોની તપાસ આરંભી હતી.અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી થઇ હતી. બાઈક ચોર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરાવવા ગયો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા બાઇક ચાલકે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ જીઆઇડીસી વિસ્તાર માં જૂની કોલોનીમાં પાર્ક કરેલ બાઇક ચોરી ની ઘટના પણ સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી.
