Gujarat

ગાંધીનગરના કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીના મંજૂર કરેલા ટેન્ડર રદ્દ કરાયા

ગાંધીનગર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી અધિકારી સંજય શાહને સસ્પેન્ડ કરાયા છે ત્યારે સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વહીવટી અધિકારીના સમયમાં થયેલાં ૨.૬૭ કરોડના ૭ જેટલાં ટેન્ડર રદ કરાયાં હતાં. જાેકે ૫૧ લાખનાં ૨ ટેન્ડર મંજૂર કરાયાં છે.વહીવટી અધિકારીના સમયે થયેલા ઉમા સેલ્સ એન્ડ સર્વિસનું ૧૧.૪૮ લાખનું ટેન્ડર મંજૂર થયું છે, જેમાં છોડ વાવવા માટેની ૪ લાખ બૅગ, ૧ હજાર કૂંડાં અને ૧ હજાર મીટરની નેટ લેવામાં આવશે. બીજી તરફ મૅયરની ગ્રાન્ટમાંથી આદિત્ય પૉલિકન્ટેનર પ્રાઇવેટ લિમિટેડનું ૪૦.૨૭ લાખનું ટેન્ડર મંજૂર થયું છે, જેમાં વાદળી અને લીલા રંગનાં ૨૦-૨૦ હજાર ડસ્ટબીન લેવાશે. ડસ્ટબીન માટે નીલકમલ કંપનીને ટેન્ડર લાગ્યું હતું પરંતુ તે ગ્રીનકોમાં ડીબાર્ડ થઈ હોવાથી મનપા દ્વારા બીજા નંબરે આવેલા આદિત્ય લિમિટેડ સાથે નેગોશિએશન કર્યા બાદ ટેન્ડર આપ્યું હતું. જાેકે વહીવટી અધિકારીના સમયે થયેલા બંને ટેન્ડરમાં પણ તપાસ કરવાની ખાતરી ચેરમેન દ્વારા અપાયેલી છે. સ્થાયી સમિતિ ચૅરમૅન જસવંત પટેલે તપાસ દરમિયાન કૌભાંડ ઝડપ્યું હોવાનો દાવો કર્યો છે. જાે માની લઈએ કે વહીવટી અધિકારી દ્વારા ખોટું થઈ રહ્યું હતું તો મ્યુનિસિપલ કમિશનર સહિતના અન્ય અધિકારીઓને તેની ગંઘ કેમ ન આવી, તે એક સવાલ છે. ટેન્ડરની પ્રક્રિયા બાદ તેમાં ઉપરી અધિકારીઓની મંજૂરી લેવાતી હોય છે. તેનાં બિલની મંજૂરી સહિતની પ્રક્રિયામાં આખી કમિટી કામ કરતી હોય છે. ત્યારે શું માત્ર ૨ કર્મચારી દ્વારા આ કૌભાંડ આચરાતું હતું કે અન્ય કોઈ અધિકારી-કર્મચારીની સંડોવણી છે કે નહીં તે તપાસનો વિષય બની ગયો છે. મનપામાં નવા વિસ્તારમાં ૧૮ ગામ અને પેથાપુર પાલિકામાં ૨૦૦ કિલોમીટરના પાણીની લાઈનો છે. આ પાણીની લાઈનો અને વાલ્વના મેઈન્ટેન્સ સહિતના કામ માટે ત્રણ ટેન્ડર મંજૂર કરાયા છે. દોઢ કરોડથી વધુની કિંમતના ત્રણેય ટેન્ડરમાં એક વર્ષ માટે એજન્સીઓને કામ સોંપાયું છે. જેમાં કંપનીના માણસો ગ્રામ પંચયાતની ઓફીસે ડેઈલી ફરીને ફરિયાદો મેળવશે અને ૪૮ કલાકમાં તેનું નિરાકરણ લાવશે. સમગ્ર કૌભાંડમાં ૭ જેટલાં ટેન્ડર રદ કરાયાં છે ત્યારે સાતેય એજન્સીના મનપા સાથેનાં ભૂતકાળનાં કામો સહિતની તપાસ આગામી સમયે કરવામાં આવશે, તેવી જાહેરાત સ્થાયી સમિતિના અધ્યક્ષ જશવંત પટેલે કરી હતી. તેમની કયા પ્રકારની સંડોવણી છે, તેની પણ તપાસ થશે. કર્મચારી તાન્યા ભાર્ગવની કંપની પાસેથી અત્યાર સુધીમાં ૪.૧૧ લાખની ૧૪ જેટલી નાની-નાની વસ્તુઓ લેવાઈ હતી. ૪૯.૫૦ લાખનું ખુરશીનું તેનું આ પહેલું જ મોટું ટેન્ડર હતું, જે રદ કરાયું છે. જાેકે કૌભાંડ ખૂલતાં હવે કોર્પોરેશન દ્વારા માજી ગ્રુપને બ્લેકલીસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે તો છેલ્લાં દોઢ-બે વર્ષનાં ટેન્ડરો અને તેને સંલગ્ન લોકોની તપાસ થાય તે ભાજપ સાથે સંકળાયેલા અનેક લોકોનાં નામ બહાર આવવાની ચર્ચા હાલ કોર્પોરેશનમાં છે. આઉટસોર્સ માટે નવી એજન્સી લેવા માટે ટેન્ડર પ્રક્રિયામાં ૧૩ ટેન્ડર આવ્યા હતા. જેમાં જી. એ. ડિજિટલ વેબ વર્ડનું ટેન્ડર મંજૂર થવાનું હતું. જાેકે કંપની ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં બ્લેકલીસ્ટ થયેલી હોવાનું સામે આવતા ટેન્ડર ના મંજૂર કરાયું હતું. મનપા દ્વારા કંપનીને મેઈલ અને લેટર કરીને જવાબ મંગાયો હતો. જાેકે કંપની દ્વારા જવાબ ન આપતા ટેન્ડર રદ્દ કરાયું હતું. જેને પગલે હવેથી મનપામાં પરિપત્ર કરાયો છે કે કોઈપણ પ્રકારે ટેન્ડરમાં આવતી એજન્સીઓએ ફીઝિકલ ડેક્લેરેશન આપવું પડશે. જેમાં કંપની ત્રણ વર્ષની અંદર ક્યાય ડિબાર્ડ કે બ્લેકલીસ્ટ થયેલી ન હોવાનું ડેક્લેરેશન આપવું રહેશે. કારણ કે મનપાને આ બધી બાબતો ધ્યાને આવ્યે ત્યારે સુધી પ્રક્રિયા સહિતામાં સમય વેડફાઈ ગયો હોય છે.સોમવારે ૩૨ મુદ્દા સાથે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ૮ ટેન્ડર નામંજૂર થયાં હતાં જ્યારે અન્ય ટેન્ડર સહિતના ૨૪ મુદ્દા પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વહીવટી અધિકારી સાથે રહેલી આઉટ સોર્સની મહિલા કર્મચારી તાન્યા ભાર્ગવની કંપની માજી ગ્રુપના ૪૯.૫૦ લાખનું ૧૦ હજાર ખુરશીનું ટેન્ડર, મીનાક્ષી એન્ટરપ્રાઇઝનું ૧૭.૫૦ લાખના ૧૦૦ સાઉન્ડ સિસ્ટમનું ટેન્ડર, ગણેશ કોર્પોરેશનનું ૧૧.૯૯ લાખનું ૧૦૦ તિજાેરીનું ટેન્ડર, ગણેશ કોર્પોરેશનનું ૨૯.૯૯ લાખનું ૧૦૦ સંગીત સાધનોના સેટનું ટેન્ડર, આઈમા એન્જિનિયરિંગ કંપનીનું ૧૦૦ વૉટરકૂલર માટેનું ૧.૧૩ કરોડનું ટેન્ડર, કીર્તિ ટેલેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું ૨૪,૪૬,૧૨૫નું ૨૫-૨૫ કોમ્પ્યુટર અને પ્રિન્ટરનું ટેન્ડર, કેએમ એન્ડ કં.નું ૧૨,૭૧,૫૦૮નું ૫ કમ્પ્યુટર, એ-૩ અને એ-૪ સાઇઝના કલર પ્રિન્ટર મલ્ટિફંક્શનનું ટેન્ડર રદ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *