Delhi

હાર્દિક ભારતીય ટીમના ભાવી કેપ્ટન માટે પ્રબળ દાવેદાર

નવીદિલ્હી
અમદાવાદમાં રમાયેલ આઈપીએલ ૧૫ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય થયો છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ગણતરી ટીમ ઈન્ડિયાના ભાવી કેપ્ટન તરીકે પ્રબળ બની છે. ભારતીય ટીમના દિગજ્જ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, આઈપીએલમાં હાર્દિકની કપ્તાનીની પ્રતિભા જાેઈને હું પ્રભાવિત થયો છું. હાર્દિક ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની રેસનો પ્રબળ દાવેદાર છે. મારું એકલાની નહીં તમામ લોકોની પણ આ જ અપેક્ષા છે. હાર્દિકના આ પાસાથી ઘણા લોકો અગાઉ અજાણ હતા. જ્યારે તમારી અંદર પ્રતિભા હોય છે ત્યારે તમે રાષ્ટ્રીય સ્તરે યશ મેળવવા દાવેદાર બની શકો છો. ભવિષ્યમાં હાર્દિકને ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવવામાં આવી શકે છે તેમ ગાવસ્કરે વધુમાં જણાવ્યું હતું. પૂર્વ ક્રિકેટરના મતે ટીમને એક તાંતણે બાંધી રાખવી અને ખેલાડી પાસેથી શ્રેષ્ઠ કામ લેવું તે કેપ્ટનનો સૌથી મોટો ગુણ છે અને હાર્દિકમાં આ જાેવા મળે છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને જણાવ્યું કે, કોઈ નવી ટીમને પ્રથમ વર્ષમાં આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી તે ગૌરવની વાત છે. મારા મતે જાે ભારતીય ટીમને ભવિષ્યમાં કેપ્ટનની જરૂર પડે છે તો મારા મટે હાર્દિક પંડ્યા શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. આ ઉપરાંત ગુજરાતના મેન્ટર ગેરી કર્સ્‌ટને પણ હાર્દિકની કપ્તાનીના વખાણ કરતા જણાવ્યું હતું કે કેપ્ટન તરીકે બધું જ શીખવા હાર્દિક તત્પર હતો અને તેની આ જ આવડતને લીધે તે ટીમને લીડ કરવામાં સફળ રહ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ની ચેમ્પિયન્સની ટ્રોફી ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઈટન્સનો સાત રને ભવ્ય વિજય થયો હતો. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ દેખાવ દ્વારા ટીમે આઈપીએલના પ્રથમ વર્ષમાં જ ચેમ્પિયનનો તાજ જીતીને ઈતિહાસ રચ્યો છે. થોડા સમય અગાઉ આઈપીએલના મેગા ઓક્શનમાં ગુજરાતની ટીમના ખેલાડીઓની પસંદગી સામે તથા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની સામે સવાલો ઉભા થયા હતા. ગુજરાતની ટીમ સાવ નબળી હોવાની અને કપ્તાની બિનઅનુભવી ખેલાડીને સોંપાઈ હોવાની ચર્ચા ખેલજગતના નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ રવિવારે રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે તેના ઓલરાઉન્ડ દેખાવ થકી તમામને મક્કમ જવાબ આપ્યો હતો. આ સાથે જ હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના ભાવી કેપ્ટન માટે પણ દાવેદાર બન્યો છે. હાર્દિક પંડ્યાની તુલના ૧૯૮૩માં ઈંગ્લેન્ડમાં વર્લ્‌ડ કપ વિજેતા બનેલી ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ સાથે પણ કરાઈ રહી છે. ભારતના દિગજ્જ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉન પણ હાર્દિકને ટીમ ઈન્ડિયાના ભાવી કેપ્ટન પદનો પ્રબળ દાવેદાર માને છે. હાર્દિક પંડ્યાએ ગત ટી૨૦ વર્લ્‌ડ કપમાં સરેરાશ દેખાવ કર્યો હતો અને પીઠની ઈજામાંથી ઉભર્યા બાદ બોલિંગ પણ કરી નહતી. ૨૦૧૮થી હાર્દિક પંડ્યા ઈજાની સમસ્યાને પગલે ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થતો રહ્યો હતો. જાે કે આઈપીએલ પૂર્વે પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિકને રિટેન કર્યો નહતો. આથી જ હાર્દિકની ક્રિકેટ કારકિર્દી સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો. તમામ મુશ્કેલીમાંથી ઉભરીને હાર્દિકે આઈપીએલમાં હરાજીમાં ઉતરવાનો ર્નિણય કર્યો હતો અને નસીબના બળિયા હાર્દિકને ગુજરાતની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ હાર્દિકે મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે તે કઠોર પરિશ્રમ કરીને ટીમને આગળ સુધી લઈ જશે. કિસ્મતનો પણ સાથ હાર્દિકને મળતા ગુજરાતની ટીમે ઘરઆંગણે સૌપ્રથમ આઈપીએલ ટ્રોફી જીતવાનું ગૌરવ મેળવ્યું. હાર્દિકે તેની રમત દ્વારા જ ટિકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. આઈપીએલમાં હાર્દિકના નેતૃત્વમાં ગુજરાતની ટીમે લીગ તબક્કામાં ૧૪ પૈકી ૧૦ મેચમાં જીત મેળવી હતી. આ ઉપરાંત પ્લેઓફ રાઉન્ડમાં એકપણ મેચ ગુજરાત હાર્યું નહતું અને રાજસ્થાનને બે વખત પછડાટ આપીને આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. હાર્દિક પંડ્યાએ રવિવારે રમાયેલી ફાઈનલમાં રાજસ્થાનની કરોડરજ્જુ ગણાતા સંજુ સેમસન, જાેશ બટલર અને શીમરોન હેતમાયરની મહત્વની વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ગુજરાતની વહેલી વિકેટો પડી હોવા છતાં અડગ રહીને હાર્દિકે ૩૪ રનની મહત્વની ઈનિંગ રમીને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો હતો. હાર્દિક પાસે કેપ્ટન્સીનો અનુભવ ભલે હોછો હોય પરંતુ તેની કોઠાસૂઝ અને ક્રિકેટ પ્રત્યે તેના સમર્પણનો કોઈ બીજાે કોઈ તોડ નથી. ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, અગાઉ આઈપીએલમાં ચાર વખત ચેમ્પિયન ટીમનો તે હિસ્સો રહ્યો છે પરંતુ આ વખતે આઈપીએલમાં કેપ્ટન તરીકે ટ્રોફી જીતી હોવાથી આ જીત તેની માટે સૌથી વધુ ખાસ છે. ભારતીય ટીમ આગામી ૧૬ મહિનામાં ટી૨૦ વર્લ્‌ડ કપ અને વન-ડે વર્લ્‌ડ કપ રમશે. હાર્દિકે જણાવ્યું કે, દેશ માટે રમવું મારા માટે સૌથી મહત્વનું છે અને ટીમનો હિસ્સો બનવાનો મને આનંદ છે. ભારતીય ટીમમાંથી રમીને વર્લ્‌ડ કપ જીતવાનું મારું લક્ષ્ય છે તેમ હાર્દિકે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *