દીવ પ્રવાસીઓ પર ઝૂલમની હદ વટાવી ચુકેલી દીવ પોલીસ પર ગંભીર આક્ષેપ સાથે ઇજાગ્રસ્તો ઉના હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા..
ઊના – દિવ પ્રવાસી ક્ષેત્ર વિસ્તાર સમગ્ર દેશમાં મોટુ નામ ધરાવે છે. દિવ દમણ સાસકો દ્રારા આ અરબી સમુદ્રને વિકસાવી ટુરિઝમ વિસ્તારને આકર્ષણરૂપ આપી આ ટાપુ પર સુંદર રમણીય વિસ્તારને ઉદ્યોગ ક્ષેત્રે ધમધમતો કરવા સતત પ્રયાસ હાથ ધરી રહ્યાં છે. અને દિવ આવતા દેશ વિદેશના શહેલાણીઓ સાથે દિવ પોલીસની દબંગગીરી અને આંતકનો વધુ એક કિસ્સો ગઇકાલે જાહેરમાં જોવા મળતા અને વિડીયો વાયરલ થતાં સમગ્ર સૈરાષ્ટ્ર ગુજરાતના પ્રવાસીઓ ભારે રોષ ફેલાય રહ્યો છે. અને આ દીવ પોલીસ સામે તાત્કાલીક પગલા લઇ દિવની શાનને દાંગ દાંગ કરનાર પોલીસમેન સામે ગુન્હો નોધવા માંગ ઉઠી રહી છે. દિવ વિસ્તારમાં ગઇ કાલે અમરેલી જીલ્લાના પ્રવાસી પરીવાર અને બાળકો સાથે ગયેલ અને પરત ફરતી વખતે પોલીસ વચ્ચે થયેલી મારામારી બાદ તમામ મહીલા પુરૂષ અને નાના બાળકોને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ તેની ફરીયાદ લીધી નહી તેમજ ત્યા પણ ઝુંલ્મ આંતક મચાવી નાની બાળાઓને અને મહીલા તેમજ પુરૂષોને ઢોરમાર મારી પગ માંથી નખ ખેંચી લીધા હતા. પાણીનું ટીપુ પણ પીવા દીધેલ નહીં તેમજ ઝાંઝરૂમમાં ટોઇલેટ માટે પણ જવા દેવાયા નહીં એટલુજ નહીં ભોજન આપવા પણ ઇન્કાર કરી દેતા દર્દભરી રાત્રી વિતાવ્યા બાદ ઉના સરકારી હોસ્પીટલે આ પ્રવાસીઓ સારવાર હેઠળ આવતા અને દિવ પોલીસના આંતક સામે ફરીયાદ નોધાવવા તજવિજ હાથ ધરેલ છે.
દિવમાં આવતા પ્રવાસીઓને દિવ પોલીસ દ્રારા વિવિધ સ્થળે અટકાવી વાહનો રોકાવી જુદા જુદા બહાના હેઠળ દંડ વસુલાત કરરાય છે. એટલુજ નહી તોડ પણ મોટાપાયે કરી હેરાન કરાય છે. ઘણા લાંબા સમયથી દિવ પોલીસની જો હુકમી સામે દીવ તંત્ર જાણે લાચાર હોય તેમ મનમાની ચાલવા દેતી હોય છે.
આંતકવાદી ઘુસ્યા હોય તેવો ગુજરાતના પ્રવાસી સાથે દિવ પોલીસનો વહેવાર જોવા મળે છે. ગઇ કાલે અમરેલી જીલ્લાના પ્રવાસીને રોડ પર આડેધડ લાતો પાટા અને ઢીકા મારી પોલીસએ ઝુંલમની હદ વટાવી દીધી હતી. મહીલા અને બાળા પર પણ હાથો હાથની મારામારી કરી આ વીડીયો વાયરલ થતાં પ્રવાસીઓમાં દીવ પોલીસના આંતકની ઠેર ઠેર આલોચના સાથે આ ગંભીર બનાવ સામે પગલા લેવા માંગ ઉઠી રહી છે.
રૂ.૧૦ હજારની માંગણી કરતા નહી આપતા ગાળો બોલ્યા …શૈલેષ ચાવડા…
હોસ્પીટલમાં દાખલ થયેલા અમરેલી જીલ્લાના પ્રવાસી શૈલેષ ચાવડાએ એવો ગંભીર આક્ષેપ કરેલ કે ગઇ કાલે નાગવા બીચથી પોતાના પરીવાર સાથે નિકળતા પોલીસએ ગાડી રોકાવી કાગળો માંગતા પૈસા દેવા આગ્રહ કરતા નહીં આપતા ગાળો બોલવા અને મારમારવા લાગતા જપા જપી થયેલ ત્યાર પછી પોલીસ સ્ટેશનએ લઇ ગયેલ ત્યાં માર મારતા હોસ્પીટલે લઇ જવાનું કહેતા સારવાર અપાવવા ઇન્કાર કરી દેવાયેલ અને દીવ પોલીસે ફરીયાદ નહીં લીધેલ હોવાનો આક્ષેપ કર્યો હતો.
૧૫ વર્ષની દિકરીના પગ પર ચઢી પોલીસે માર માર્યો….નથુબેન દાફડા..
દિવ ટુરીઝમ વિસ્તારમાં ફરવા ગયેલા પરીવારના સાથે મહીલા અને નાની બાળ ઉમરની દિકરીઓ પણ સાથે હોય દિકરીની માતા નથુબેન પ્રવિણભાઇ દાફડાએ દિવ પોલીસના આંતકની કહાની રજુ કરતા જણાવેલ કે પોતાની નાની ૧૫ વર્ષની દિકરી ના સાથળ પર પોલીસે પગ રાખી ઢોર માર મારેલ અને પોતાના પતિના પગના નખ પણ કાઢી નાખ્યા હતા. ભારે દર્દ સેવતા આ પરીવારને દિવ પોલીસ માનવતા વટાવી ચુકી હોય તેમ ભોજન કરવાનો પણ ઇન્કાર કરેલ એટલુંજ નહીં પાણી પણ પીવા દીધેલ નહી અને પેસાબ માટે ટોઇલેટમાં પણ જવા દીધા ન હતા.તેવો ગંભીર આક્ષેપ દીવ પોલીસ ઉપર કરી અને ન્યાય આપવા માંગણી કરાયેલ હતી.
દશ પ્રવાસી પોતાના વાહનમાં ગયા હતા…
અમરેલી જીલ્લાના દશ પ્રવાસી પરીવાર એક વાહનમામં દીવ આવેલ હતા. અને પોલીસના આંતકમાં ૪ મહીલા એક યુવાનને ઢોર મારમારી ઇજા કરતા આ તમામ પ્રવાસીઓ દિવથી ઉના આવ્યા બાદ ઉના સરકારી હોસ્પીટલે સારવારમાં દાખલ થયા છે. અને દિવ પોલીસ સામે કાર્યવાહી કરવા ન્યાય આપવા માંગણી કરી રહ્યા છે.


