Gujarat

અંબાજી ખાતે મહારાણા પ્રતાપ જન્મજયંતી નિમિતે સમુહ લગ્નમહોત્સવ યોજાયો

સમુહ લગ્ન મહોત્સવ માં ૬૧ જોડા પ્રભુતા મા પગલા માંડ્યા હતા*
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ના આસપાસ મોટી સંખ્યા મા આદિવાસી સમાજ વસે છે આ આદિવાસી સમાજ મા પહેલા સમુહ લગ્ન ની શરૂઆત કરવામા આવી હતી ત્યારબાદ દર વર્ષે મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે આ સમાજ નો સમુહ લગ્ન મહોત્સવ યોજાય છે આ વર્ષે પણ ઓકે ધામધુમ થી અંબાજી ના જીએમડીસી મેદાન ખાતે સમુહ લગ્ન મહોત્સવ યોજાયો હતો ,મોટી સંખ્યા મા આદિવાસી સમાજ હાજર રહ્યો હતો. આ પાવન પ્રસંગે હાજર રહી પ્રભુતા મા પગલાં માંડી રહ્યા પરીવાર ને લગ્ન પ્રસંગ ની શુભકામના આપી હતી આ સાથે તમામ લોકો માટે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજે મહારાણા પ્રતાપ જન્મ જયંતી હોઈ આજે આદિવાસી સમાજ ના સમુહ લગ્ન શરુ થાય તે પહેલા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ અંબાજી ના જીએમડીસી મેદાન ખાતે સમુહ લગ્ન હિન્દૂ વિધિ પ્રમાણે યોજાયા હતા આ પ્રસંગે આદિવાસી સમાજ મોટી સંખ્યા મા હાજર રહ્યો હતો પ્રભુતામાં પગલાં માંડતા નવયુગલો ને દાતાઓ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી ,તમામ યુગલો ને આ સાથે જીવન જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી હતી અને આ પ્રસંગે દાન પણ મોટી સંખ્યા મા આવ્યુ હતુ , આ સાથે વિવિધ દાતાઓનું સન્માન પણ કરવામા આવ્યુ હતુ અને સમુહ લગ્ન મહોત્સવ માં ૬૧ જોડા પ્રભુતા મા પગલા માંડ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાવો ને આશીર્વાદ આપવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અંબાજી ના હસમુખ પટેલ સાથે હજારો કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220602_092009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *