Gujarat

વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત વિકાસ યાત્રા પ્રદર્શન યોજાશે

 

રીપોર્ટર.મકસુદ કારીગર

તારીખ ૦૩ થી ૦૯ જૂન સુધી નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સખી મેળો

સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસ યાત્રાની ઉજવણીના ભાગરૂપે વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વસહાય જૂથો કારીગરો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સખી મેળાનું આયોજન

વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત ગુજરાત સરકારશ્રીની ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ૨૦ વર્ષની વિકાસ યાત્રાની ઉજવણી ના ભાગ રૂપે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોઉધોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગના સંયુકત ઉપક્રમે વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વસહાય જૂથો કારીગરો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે જિલ્લા કક્ષાના સખી મેળાનું આયોજન નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે તારીખ ૦૩ થી ૦૯ જૂન સુધી કરેલ છે.

ઉપરોક્ત મેળામાં સરકારશ્રીના દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતગર્ત રચાયેલા ગ્રામ્ય કક્ષાના સ્વસહાય જૂથો (SHG) ના સભ્યો એવા મહિલા કારીગરો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, બેકરી પ્રોડકટસ, નેચરલ શરબતો,ઈમીટેશન જ્વેલરી, ઓર્ગેનિક ખાધ્ય સામગ્રી, અગરબત્તી વગેરે તેમજ ફૂડસ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત્ત થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી બહેનોનો ઉત્સાહ વધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

તા. ૩ જૂન ૨૦૨૨ ના રોજ ઇપ્કોવાલા હૉલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *