Gujarat

રાજકોટ શહેર નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શ્રી.કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ, શ્રીનાથધામ હવેલીમાં અધિકમાસ મનોરથનું આયોજન.

*રાજકોટ શહેર નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે શ્રી.કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ, શ્રીનાથધામ હવેલીમાં અધિકમાસ મનોરથનું આયોજન.*

*રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર શ્રી.નાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી.વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મનોરથ સ્વરૂપે તા.૧૮ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર સુધી શ્રી.ઠાકોરજીના સુખાર્થે અધિકમાસ મનોરથનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ સોશીયલ ડિસ્ટન્ટ અને સાવચેતી સાથે અને વૈષ્ણવોની સંપૂર્ણ સુરક્ષાને ધ્યાનમાં લઇને શ્રી.નાથધામ હવેલીમાં શ્રીપ્રભુના સુખાર્થે યોજાયેલ નિત્ય મનોરથના સાંજે ૭ વાગ્યે દર્શન થઇ શકશે. અને હવેલીમાં સવારે ૭:૩૦ થી ૮ મંગળવા દર્શન અને બપોરે ૧૧:૩૦ થી ૧૨ રાજભોગના દર્શનનો સમય રહેશે. શ્રી.મદ ભાગવદ ગીતામાં આ અધિક પુરૂષોતમ માસનું મહાત્મ્ય વર્ણવ્યું છે. આ અધિકમાસ દરમ્યાન ભગવદીય જીવો યજ્ઞ, પૂજન, દાન અને ઠાકોરજીના સુખાર્થે વિવિધ મનોરથ કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200918-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *