છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનો ‘પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે’ આગામી તારીખ ૧૫/૦૬/૨૦૨૨ના રોજ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરની કચેરી ખાતે લાભ લઇ શકે છે.
આ માટે તારીખ ૦૯/૦૬/૨૦૨૨ સુધીમાં અરજદારશ્રીએ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરની કચેરીએ પોતાની ફરિયાદ અરજી નિયત નમૂનામાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.
નામ:
પુરુ સરનામું:
ટેલીફોન નંબર/મોબાઈલ નંબર:
છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનોની પોલીસ ફરિયાદ નિવારણ માટે તારીખ ૧૫/૦૬/૨૦૨૨ના સવારના ૧૨ કલાક વાગે લોકો તરફથી મળેલ ફરિયાદોના સ્થળ ઉપર નિવારણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર દ્વારા એક અખબારી યાદીમાં જાહેર જનતાને જણાવ્યા મુજબ પોતાની વ્યક્તિગત ફરીયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તારીખ ૦૯/૦૬/૨૦૨૨સુધીમાં મોકલી આપવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતાં વધુ પ્રશ્ન હોય તો પ્રશ્ન વાર અલગ અલગ અરજી કરવાની રહેશે. પોલીસ ખાતાને લગતા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારએ સૌપ્રથમ પોલીસ ખાતાને અરજી કરેલ હોય અને જે તે પોલીસ ખાતાના વિભાગ મારફતે કોઈ કાર્યવાહી ન થવા પામી હોય અથવા તો જે-તે પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કોઈ પ્રત્યુત્તર મળેલ ન હોય તેવી અરજીઓ ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લાના જે પોલીસ સ્ટેશનમાં અરજી પડતર હોય તે અરજીની રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો જિલ્લા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા જ પ્રશ્નો રજુ કરવાના રહેશે. મુદ્દત બહાર આવેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહીં. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “પોલીસને લગતા જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવું. તારીખ ૧૫/૦૬/૨૦૨૨ના દિવસે સવારના ૧૨ કલાકથી જેમને જવાબ રજૂ કરવાના છે તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીશ્રીઓ પોલીસ અધિક્ષકશ્રીના ચેમ્બરમાં છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારના ૧૨ કલાકે દર્શાવેલ સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર પુરાવા સહીત હાજર રહેવાનું રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
