સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી કારણે સકકરબાગ પ્રાણી સંગ્રહાલય બંધ હતું જ્યારે હાલમાં જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે ખાસ બાળકો માટે ચાલતા વેકેશન દરમિયાન સકકરબાગ પ્રાણી સંગ્રહાલયનાં મુલાકાતીઓની સંખ્યા પણ ઘણી વધી છે.
ખાસ કરીને ગતમાસ એટલે કે મે 2022 માં મોટા 76 હજાર 421 અને નાના બાળકો 21 હજાર 635 અને નાના વિદ્યાર્થી 368 તેમજ મોટા વિદ્યાર્થી 241 અને સિનિયર સીટીઝન 491 કુલ 99 હજાર 156 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેની કુલ આવક 26 લાખ 28 હજાર 770 રૂપિયાની આવક થયેલ હોય તેવી વિગતો મળેલ છે.
જ્યારે 99 હજાર 156 પ્રવાસીઓ અને ફ્રી એન્ટ્રી લેતા 8 હજાર 108 મુલાકાતીઓ મળી 1લાખ 7 હજાર 264 મુલાકાતીઓનું સકકરબાગ પ્રાણી સંગ્રાલયની મુલાકાત દરમિયાન મન પ્રફુલ્લિત થયું હતું


