Gujarat

સુવાલી બીચ પર ડૂબી જવાથી ૪ના મોત બાદ સાવચેતીના બોર્ડ લગાવાયા

સુરત
હાલ ઉનાળાની ગરમી અને તેમાં પણ ઉનાળાના વેકેસન હોવાથી લોકો દરિયામાં ન્હાવા માટે આવે છે ત્યારે સુરતના સુવાલીના દરિયામાં નહાવા પડતાં સહેલાણીઓના ડૂબી જવાથી મોત થવાની સ્થાનિક પોલીસ અને એનજીઓ દ્વારા દરિયામાં નહાવા નહીં જવા માટે સુચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. હજીરા વિસ્તારમાં આવેલા સુવાલી બીચ પર અનેરો નજારો જાેવા મળે છે.જાેકે, દરિયા કિનારે આવેલી ઉબડખાબડ સપાટીના કારણે દરિયામાં નહાવા પડેલા સહેલાણીઓ ભરતી સમયે દરિયાની સ્થિતિ જાણી શકતા નથી. જેના કારણે ડૂબી જવાથી મોત થવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે. આ અંગે અગાઉ પ્રશાસને ચેતવણીના બોર્ડ લગાવ્યા છે. ઉપરાંત પ્રશાસન દ્વારા રેડિયો પર પણ જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ વ્હિસલ મારી ને લોકોને ચેતાઓમાં આવી રહ્યા છે. છતાં સહેલાણીઓ આ બધી બાબતની અવગણના કરતા હોવાથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેને ધ્યાને લઇને સ્થાનિક પોલીસ અને એનજીઓ દ્વારા સુંવાલીના દરિયા કિનારે દરિયામાં નહાવા માટે નહીં જાેવા માટે બેનર લગાવવામાં આવ્યા છે.

Warning-boards-were-erected-on-Suvali-beach-after-the-death.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *