બોડેલી તાલુકા સેવાસદન થી યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી
થોડા સમય પહેલા બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના આર્મી જવાન વીર તુલસીભાઇ બારીયા જમ્મુમાં શહીદ થયા હતા તેમની અંતિમયાત્રા માં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી રાષ્ટ્રગીત અને તિરંગા સાથે શહીદ જવાન ની અંતિમયાત્રા નીકળી હતી
આજરોજ શહીદ જવાન ની યાદ માં શહીદ જવાનના સ્મૃતિ સ્મારક અનાવરણ નિમિતે બોડેલી નગરમાં શહીદ યાત્રા નીકળી હતી
બોડેલી તાલુકા સેવાસદન થી યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી
બોડેલીના અલ્હાદપુરા ગામના તુલસીભાઈ બારીયા જમ્મુકાશ્મીરના કૂપવાડા- શ્રીનગર હાઇવે પર માર્ગ અકસ્માતમાં શહીદ થયા હતા
શહીદ યાત્રામાં બારીયા સમાજ સહિત લોકો મોટી સંખ્યા જોડાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


