Gujarat

રાણપુર શહેરમાં હુસૈની કુવા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

અનેક મહાનુભાવોની હાજરીમાં કાંકરીયા ચોરા હુસેની કમીટી,M.R.ગૃપ,K.C.ગૃપ દ્વારા આયોજન કરાયુ..
હાલ ના સમય માં લોકો ચારે બાજુ વૃક્ષો કાપીને બિલ્ડીંગ-ફેક્ટરીઓ બનાવી રહ્યા છે.વાવાઝોડા અને હોનારત માં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.જેની માઠી અસર પર્યાવરણ ને પડી છે.અને જો આવનારા દિવસો માં વૃક્ષો નહી હોય તો લોકોને ઓક્સીજનની બાબતે ભારે હાલાકી ભોગવવી પડશે.પર્યાવરણ ને બચાવવુ ખુબજ જરૂરી છે.સતત વસ્તી વધારા સામે વૃક્ષો નુ પ્રમામ ઘટતુ જાય છે જેના કારણે ઉનાળા માં ગરમી નો પારો ઉંચો જઈ રહ્યો છે અને ઓછા વૃક્ષો ને કારણે ચોમાસા માં વરસાદ પણ ઓછો થઈ રહ્યો છે આવી કપરી પરીસ્થિતી માંથી નિકળવા એકમાત્ર વૃક્ષો વાવી તેનો ઉછેર એકજ વિકલ્પ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કાંકરીયા ચોરા હુસેની કમીટી તથા M.R.ગૃપ તથા K.C.ગૃપ દ્વારા પર્યાવરણ ની જાળવણી ના સમર્થન માં આવ્યુ છે રાણપુર શહેરમાં અણીયાળી રોડ ઉપર આવેલ હુસેની કુવા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો.હુસેની કુવા ના પરીસર માં મહાનુભાવોના હસ્તે વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ હતુ.કાંકરીયા ચોરા હુસૈની  કમીટી દ્વારા તમામ મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં જાણીતા યુવા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણી,મામલતદાર બી.પી.રાણા,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,એ.પી.એમ.સી.ના ચેરમેન કીશોરભાઈ ધાધલ,PSI એસ.ડી.રાણા,વન વિભાગના ફોરેસ્ટર કે.એસ.જોશી,એમ.જે.પરમાર,રિટાર્યડ ફોરેસ્ટર રણજીતસિંહ પરમાર,રાણપુર સરપંચ ગોસુભા પરમાર,કનારા સરપંચ મેરૂભા પરમાર,અણીયાળી સરપંચ મેહુલભાઈ રાઠોડ,ઉપ.સરપંચ સુરેશ પરમાર,રાધે ભરવાડ,કાંકરીયા ચોરા હુસૈની કમીટીના પ્રમુખ માનભા પરમાર,ઉ.પ્રમુખ બાપાલાલ પરમાર,સુબામીયા પરમાર,સેક્રેટરી સૈયદ અહેમદહુસૈનબાપુ,ચંપકસિંહ પરમાર તથા કાંકરીયા ચોરા હુસૈની કમીટી ના તમામ સભ્યો સહીત મોટી સંખ્યા માં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે M.R.ગૃપ તથા K.C.ગૃપ ના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220607-155723.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *