વેરાવળ માં આજરોજ પ્રાત કચેરી ખાતે વેરાવળ ઇન્ડીયન રેયોન ફેક્ટરી દ્વારા દેવકા નદી પર ગેર કાયદેસર બની રહેલ દિવાલ જે ચોમાસા માં આસપાસ ના નિચાણવાળા વિસ્તાર તેમજ શહેર માં પાણી ભરાઈ જવા તેમજ નૂકશાન કારક હોય ત્યારે આ બાબતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી શ્રી મહેશ ભાઈ વાજા તેમજ રસીક ભાઈ પટેલ ડો દીલીપ ભાઈ પરમાર રમઝુભા દરબાર સહિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની ઉપસ્થિતિ માં આવેદન પત્ર પાઠવી ઇન્ડિયન રેયોન ફેક્ટરી દ્વારા બની રહી દિવાલ ની આ કામગીરી રોકવાની માંગ ઉઠી અને જો આ કામગીરી રોકવા માં નહિ આવે તો વરસાદ ના ચોમાસા સમયે કોઈ અણ બનાવ બને તો જવાબદાર ઇન્ડીયન રેયોન ફેક્ટરી તેમજ જવાબદાર અધિકારી ઓની રહશે
રિપોર્ટ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ


