Gujarat

રાજુલા ટાઉન રામ ટેકરી વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓને રોકડા

રૂ.૧૦,૪૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ  *
 * મ્હે. અમરેલી  પોલીસ  અધિક્ષક  શ્રી  હિમકર  સિંહ  સાહેબ  તેમજ  નાયબ  પોલીસ  અધિક્ષક શ્રી
 કે.જે.ચૌધરી નાઓએ આગામી સમયમાં ભીમ અગિયારસનો  તહેવાર  આવતો હોય  અને  આ  તહેવારમાં  જુગાર
 રમવાનું ચલણ હોય જેથી અમરેલી જીલ્‍લામાંથી  જુગાર/દારૂની  બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ
 સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી  કરવા સુચના અને માર્ગદર્શન આપેલ  હોય,જે અન્‍વયે પો.ઇન્સ.શ્રી
 ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના
 હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ ટીમે રાજુલા પાણીની ટાંકી રામ ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં હાર
 જીતનો જુગાર રમતા પાંચ  ઇસમોને રોકડા રૂ.૧૦,૪૫૦/-ના  મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં  રાજુલા
પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે
*પકડાયેલ આરોપીઓ*
(૧) ગીરીશભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.મજુરી (૨) અબ્દુલભાઇ તમાસીભાઇ બુકેરા ઉ.વ.૨૫ ધંધો.મજુરી  (૩) નિલેશભાઇ ઘનશ્યામભાઇ જોષી ઉ.વ.૨૩ ધંધો.હીરા ઘસવાનો (૪) અસ્પાકભાઇ દિલુભાઇ આરબ ઉ.વ.૨૪ ધંધો.હીરા ઘસવાનો (૫) સલીમભાઇ ઇસ્માઇભાઇ પઠાણ ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.તમામ રાજુલા
               💫આ કામગીરી પો.ઇન્સ.શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે. તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ.સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ભરતસિહ લાખાભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *